Homeગામનાં ચોરેVIDEO: ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મૃત અવસ્થામાં મળી આવેલું એલિયન જેવું જીવ આખરે...

VIDEO: ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મૃત અવસ્થામાં મળી આવેલું એલિયન જેવું જીવ આખરે છે શું?

Team Chabuk-International Desk: ઓસ્ટ્રેલિયાના સમુદ્રીતટ પર એલિયન જેવું એક જીવ મળી આવ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. મોટા પંજા, ખોપડી, વિચિત્ર અંગ ઉપાંગો અને મોટી પૂંછડી ધરાવતું આ જીવ પ્રથમ દૃષ્ટીએ જોતા એકદમ એલિયન જેવું લાગી રહ્યું છે. વૈજ્ઞાનિકો આ વીડિયોને ખોટો ઠેરવી રહ્યા છે અને સમુદ્ર કિનારે મૃત અવસ્થામાં પ્રાપ્ત થયેલા આ જીવનું નામ બ્રશટેલ પૉસમ જણાવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના કોટન ટ્રી બીચ પર મળી આવેલું આ જીવ સમુદ્રની લહેરો સાથે વહી કિનારે આવી ગયું છે. સ્થાનિક એલેક્સ ટેન જ્યારે સવારે લટાર મારવા માટે નીકળ્યો ત્યારે તેણે સૌ પ્રથમ તેને બીચ પર જોયું હતું. એલેક્સે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ જીવનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેનો આ વીડિયો દુનિયાભરમાં વાઈરલ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે આ કોઈ કાંગારુ કે બાલબાય જેવું જાનવર હોઈ શકે છે.

વીડિયોમાં એલેક્સે કહ્યું છે કે, મેં પહેલી વખત તેને જોયું તો મને વિચિત્ર લાગ્યું. એલેક્સે કેમેરામાં તેની કેટલીક તસવીરો પણ ઝડપી છે. ફોટોગ્રાફમાં જીવની ચારેબાજુ માખીઓ બણબણી રહી છે. આ પ્રથમ વખત નથી જ્યારે ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે કંઈ આ પ્રકારનું જીવ મળી આવ્યું હોય. આ પૂર્વે સિડનીના ઉત્તરી સમુદ્ર તટ પર પણ એક રહસ્યમય જીવ મળી આવ્યું હતું. તેની ઓળખ એનીમોન નામના ભટકતા સમુદ્રી જીવ તરીકે થઈ હતી.

DHOSA

જોકે વૈજ્ઞાનિકો આ જીવને જે બ્રશટેલ પૉસમ કહી રહ્યા છે એ એવું જીવ છે કે જે મોટાભાગે ઓસ્ટ્રેલિયાના પૂર્વી સમુદ્રી વિસ્તારમાં મળી આવે છે. આ જાનવરનો ખોરાક ફળ, પાંદડા અને ફુલ હોય છે. ઓસ્ટ્રેલિયા સિવાય ન્યૂઝીલેન્ડમાં પણ બ્રશટેલ પૉસમ મોટી સંખ્યામાં મળી આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments