Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની રેશ્મા પટેલથી છૂટા પડવા માટે બોરસદ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે, પત્ની રેશ્મા પટેલ સાથે લાંબા સમયથી ચાલતા પારિવારિક ઝઘડાને લઇ છૂટાછેડા માટે અરજી દાખલ કરી. પત્ની રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી સામે અવાર નવાર કોર્ટ નોટીસ અને પેપરોમાં જાહેર નોટીસ આપતાં અંતે ભરતસિંહ સોલંકીએ કંટાળીને તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને છૂટાછેડા લેવા માટેની અરજી દાખલ કરી છે. આ અરજી અંગેની પ્રથમ સુનાવણી આવતા મહિને 4થી મેના રોજ થશે.
અમેરિકાથી પરત ફરેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ છૂટાછેડા માટે અરજી કરી છે. રેશ્મા પટેલ બોરસદમાં બીવરલી હિલ્સમાં રહે છે. રેશ્મા પટેલે અગાઉ જણાવ્યું હતું કે પોલીસ પાસે રક્ષણ માગ્યું છે અને ના છૂટકે કોર્ટમાં જવું પડ્યું છે. જોકે મારો અધિકાર છે અને હું અહીં જ રહીશ. હું હાલ ઘરે જાઉ તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. ના છૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે.

અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી મામલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી. મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી અમેરિકા આવી ગઇ છું. ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.
ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી બન્ને અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી. મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહીં. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ભરતસિંહ સોલંકીએ પાઠવી હતી.
રેશ્મા પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છૂટાછેડા આપવા માટે દબાણ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
