Homeગામનાં ચોરેદિલ્હી-એનસીઆરમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ નુકસાન

દિલ્હી-એનસીઆરમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ નુકસાન

Team Chabuk-National Desk: ચાલુ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થવાની હવામાન વિભાગની આગાહીની વચ્ચે દેશની રાજધાની દિલ્હી અને NCRમાં ભારે પવનની સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે માહિતી આપી છે કે, દિવસભર હવામાનનો મિજાજ આવો જ રહી શકે છે. હાલમાં વરસાદ અને પવન ઓછો તશે પરંતુ વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રીય રહેશે. આવી સ્થિતિમાં, ઘરની બહાર નીકળતા પહેલા તમારે વરસાદની સ્થિતિ જોઈને તૈયારી કરીને બહાર નિકળવું. દિલ્હી-NCRમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે. આકરી ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો, ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સમયે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ ઉભી થઈ છે.

દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના 100થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. ત્રણ જગ્યાએથી દિવાલ ધરાશાયી થવાના કોલ આવ્યા હતા, જેમાં મોતી નગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી 3 લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગનું કહેવું છે કે અમે સંપૂર્ણ રીતે એલર્ટ છીએ અને સતત કોલ એટેન્ડ કરી રહ્યા છીએ. વરસાદને પગલે ઘણી જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments