Homeગામનાં ચોરેઅગ્નિપથના વિરોધમાં ભારત બંધઃ દિલ્હી તરફ જતાં માર્ગો પર ભારે ટ્રાફિક જામ,...

અગ્નિપથના વિરોધમાં ભારત બંધઃ દિલ્હી તરફ જતાં માર્ગો પર ભારે ટ્રાફિક જામ, અનેક ટ્રેનો રદ

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજનાને લઈને અનેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઘણા સંગઠનો આ બંધમાં જોડાયા છે. ભારત બંધની વચ્ચે દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જેના કારણે રેલવે સ્ટેશનો પર પણ મુસાફરો ફસાયા છે.

દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. બોર્ડર પર ભારે ટ્રાફિક જામ થયો છે. દિલ્હી તરફ જઈ રહેલી કારોની લાંબા લાઈનો હાલ બોર્ડર પર જોવા મળી રહી છે. કારનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો આ તરફ નોઈડાથી દિલ્હીને જોડતાં રસ્તા પર પણ ટ્રાફિક જામ થયો છે. નોઈડા એક્સપ્રેસ વે ઉપર મહામાયા પુલથી લઈને નોઈડા ગેટ સુધી લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

તો આ તરફ વિપક્ષી પાર્ટીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. દિલ્હીના જંતર મંતર ખાતે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, રણદીપ સુરજેવાલા, શક્તિ સિંહ, ઈમરાન પ્રતાપગઢી જંતર મંતર ખાતે પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે.

મહત્વનું છે કે, અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગની ઘટનાઓ બની છે. પ્રદર્શનકારીઓ ઘણી બસો અને ટ્રેનોમાં પણ આગ લગાવી ચુક્યા છે. ત્યારે ગઈકાલે સેનાની ત્રણેય પાંખની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, સેનામાં હવેથી રેગ્યુલર ભરતી નહીં થાય તમામ ભરતી માત્ર અગ્નિપથ યોજના મારફતે જ કરવામાં આવશે. ત્યારે સરકારના આ નિર્ણય સામે હજુ પણ વિરોધનો સૂર મજબૂત થાય તો નવાઈ નહીં.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments