Homeતાપણુંઅરવિંદ કેજરીવાલ અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમ્યા, રસ્તામાં પોલીસે રોક્યા તો કહ્યું,...

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમ્યા, રસ્તામાં પોલીસે રોક્યા તો કહ્યું, નથી જોઈતી તમારી સુરક્ષા

Team Chabuk-Political Desk: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે રાત્રે એક ઉત્તમ દાખલો બેસાડ્યો. કેજરીવાલે ગઈકાલે અમદાવાદમાં એક રીક્ષા ચાલકના ઘરે જઈને ભોજન લીધું હતું. રીક્ષામાં બેસીને અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલકના ઘરે ગયા હતા અને ત્યાં પરિવાર સાથે ભોજન લીધું હતું. રીક્ષામાં જતી વખતે અરવિંદ કેજરીવાલ અને પોલીસ વચ્ચે સુરક્ષાને લઈને રકઝક પણ થઈ હતી.

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે સંવાદ કર્યો હતો. રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ દરમિયાન વિક્રમભાઈ દંતાણી નામના એક રીક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમાવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલક વિક્રમભાઈનું આમંત્રણ સ્વીકારી લીધું હતું અને કહ્યું હતું કે, તમે મને મારી હોટલ પર લેવા આવશો. જે બાદ વિક્રમભાઈ તેમની રીક્ષા લઈને અરવિંદ કેજરીવાલને લેવા તાજ સ્કાયલાઈન હોટલ પહોંચ્યા હતા.

રીક્ષા ચાલક વિક્રમભાઈ દંતાણી ઘાડલોડિયાના દંતાણી નગરમાં રહેતાં હોવાથી અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી રીક્ષામાં સવાર થઈને ભોજન કરવા માટે નીકળ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષાને લઇ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ રીક્ષામાં જતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ અરવિંદ કેજરીવાલે મીડિયાની સમક્ષ જ પોલીસને કહી દીધું હતું કે, પ્રજાની વચ્ચે જતાં રોકવામાં આવતાં હોય તો મારે તમારી સુરક્ષા નથી જોઈતી. ત્યારબાદ પોલીસ સુરક્ષામાં અરવિંદ કેજરીવાલ વિક્રમભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો અને આપ કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા હતા.

અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલક વિક્રમભાઈના ઘરે પહોંચીને પરિવાર સાથે ભોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ જણાવ્યું હતું કે, વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું બનાવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments