Team Chabuk-National Desk: રત્નાગિરી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શિવસેના નેતા સુકાંત સાવંત પર પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. હત્યાના આરોપમાં પોલીસે સુકાન્ત સાવંત સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. આરોપ છે કે, ગત 2 સપ્ટેમ્બરે સુકાન્ત સાવંતે તેના મિત્ર રૂપેશ સાવંત અને પ્રમોદ ગવાનંગ સાથે મળી પોતાની પત્નીને એક રૂમમાં બંધ કરી પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી.
એટલું જ નહીં સુકાન્તે પત્નીને સળગાવ્યા બાદ તેના સાથીઓ સાથે મળી રત્નાગિરીના દરિયામાં અલગ-અલગ સ્થળે પત્નીના અસ્થિ ફેંકી દીધા હતા. જેથી કોઈને પૂરાવા ન મળે. આરોપી સુકાન્તની પત્ની સ્વપ્નાલી સાવંત રત્નાગિરી પંચાયત સમિતીના અધ્યક્ષ પર પર કામ કરી ચૂકી છે.
આરોપીએ સ્વપ્નાલીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાની પત્ની ગૂમ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી તો ધીમે-ધીમે સત્ય સામે આવતું ગયું. બાદમાં પોલીસે સુકાન્ત સાવંતની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સૂત્રોનું માનીએ તો સુકાન્ત અને સ્વપ્નાલીના અવારનવાર ઝઘડા થતાં હતા. બંને એકબીજા પર અનૈતિક સંબંધોના આરોપ લગાવતા હતા આ જ વાતથી નારાજ થઈ ગુસ્સામાં સુકાન્ત સાવંતે સ્વપ્નાલીની હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસે સુકાન્તને સાથે રાખીને દરિયામાં શોધખોળ પણ કરી જો કે, સ્વપ્નાલીના અસ્થિ મળ્યા નહીં. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત