Homeતાપણુંજૂનાગઢઃ ભાજપના પાયાના પથ્થર ગણાતા નેતાના પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાયા

જૂનાગઢઃ ભાજપના પાયાના પથ્થર ગણાતા નેતાના પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાયા

Team Chabuk-Political Desk: વિધાનસભા ચૂંટણી નજીક આવતાં હવે તમામ રાજકીય પક્ષો પોતાનું પલડું ભારે કરવામાં લાગી ગયા છે. અત્યાર સુધી ગુજરાતના ચૂંટણી સંગ્રામમાં બે પક્ષો જ આમને-સામને રહેતાં હતા. પરંતુ આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળે તો નવાઈ નહીં. કેમ કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ છે તે જોતા આ શક્યતાને નકારી શકાય નહીં. ત્યારે આમ આદમી પાર્ટીમાં વધુ એક નેતા જોડાયા છે જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે આમ આદમી પાર્ટીમાં જોડાનાર નેતાના પિતા ભાજપના પાયાના પથ્થર છે અને પુત્ર આપમાં જોડાયા છે.

જૂનાગઢમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. જૂનાગઢ ભાજપના પાયાના પથ્થર ગણાતા અગ્રણી નેતા જેઠાભાઈ પાનેરાના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી આગામી ચૂંટણીમા જૂનાગઢમાં પિતાની સામે પુત્રનો જંગ જામે તો નવાઈ નહીં.

જૂનાગઢમાં માણાવદર તાલુકાના જે.એમ પાનેરા કોલેજના ટ્રસ્ટી અને વર્ષોથી ભાજપના પાયાના પથ્થર અને રાજકીય અગ્રણી ગણાતા આહીર સમાજના જેઠાભાઈ પાનેરાના નાના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પિતા ભાજપમાં હોવા છતાં પુત્ર સમીર પાનેરાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતાં જૂનાગઢના રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ માણાવદર ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જેઠાભાઈ પાનેરાની કોલેજના વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા.. આ બાદ અચાનક સમીર પામેરા આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

બીજી તરફ, સમીર પાનેરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સમાજના સેવાકીય કાર્યો કરવાની પદ્ધતિને લઈ આમ આદમી પાર્ટીથી આકર્ષાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. મારા પિતા ભાજપમાં વર્ષોથી છે. અમે લોકો સાથે ડિનર કરવા બેસીએ છીએ. પરંતુ એકબીજાના વિચારો અલગ હોય. હું સમાજ સેવાના ભાવથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આવનાર સમયમાં પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને લોકોને સુખ સુવિધાઓ પૂરી પાડવા હંમેશા આગળ રહેશે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments