Team Chabuk-National Desk: બિહારના પૂર્ણિયામાં કાકાએ પોતાની જ 44 વર્ષીય પત્નીના લગ્ન તેના 14 વર્ષના ભત્રીજા સાથે કરાવી દીધા. દાવો છે કે, પતિને પત્ની અને તેના ભત્રીજા વચ્ચેના અનૈતિક સંબંધોની જાણ થઈ ગઈ હતી. જેના કારણે કાકાએ ગામ લોકો સાથે મળીને બંનેના લગ્ન કરાવી દીધા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થતાં પોલીસે મહિલાના પતિ અને અન્ય ગ્રામજનો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.
વીડિયોમાં એક મહિલા પોતાનાથી ત્રણ ગણી નાની ઉમરના સગીર સાથે લગ્ન કરી રહી છે. એટલું જ નહીં લગ્ન બાદ કાકી પોતાના ભત્રીજાને પગે પણ લાગી રહી છે.
ઘટના પૂર્ણિયા જિલ્લાના બનમનખી વિસ્તારની છે. 12 સપ્ટેમ્બરે પંજાબમાં નોકરી કરતો પતિ અચાનક આવી ગયો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ગ્રામજનોના દબાવમાં આવી ભત્રીજો તેની કાકીના સેથામાં સિંદૂર ભરી રહ્યો છે.
સગીરા મહિલા સાથે તેમના જ ઘરમાં રહેતો હતો. આ દરમિયાન કાકી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારજનોની સાથે ગ્રામજનોને પણ તેની જાણ થઈ ગઈ હતી. ત્યારબાદ પાડોશીએ આ વાત મહિલાના પતિ સુધી પહોંચાડી હતી. મળતી માહિતી મુજબ મહિલાને ત્રણ સંતાનો છે.
ગ્રામજનોને બંનેના આડાસંબંધોની જાણ થતાં તેઓ બંને પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન મહિલા અને ભત્રીજો બંને રૂમમાં એકલા હતા. ત્યારે ગામલોકોએ બંનેને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. ત્યારબાદ ડરના માર્યા સગીરે કાકીના સેથામાં સિંદૂર ભરી દીધું હતું. બીજી તરફ ગ્રામજનોના ડરથી છોકરાના માતા-પિતા પણ વિરોદ્ધ કરી શક્યા ન હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત