Homeસિનેમાવાદમોડેલની આત્મહત્યા: સુસાઈડ નોટમાં લખ્યું, “હું ખુશ નથી, શાંતિ જોઈએ છે”...

મોડેલની આત્મહત્યા: સુસાઈડ નોટમાં લખ્યું, “હું ખુશ નથી, શાંતિ જોઈએ છે” થોડા દિવસ પહેલાં બનાવી હતી આ રીલ

Team Chabuk-Entertainment Desk: મુંબઈમાં એક મોડેલે જીવનલીલા સંકેલી લીધી છે. એક હોટેલના રૂમમાં મોડેલે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં લખ્યું છે કે, હું ખુશ નથી, મારે શાંતિ જોઈએ છે. મોડેલની આત્મહત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ છે અને વધુ તપાસ શરૂ કરી છે.

માયાનગરી મુંબઈમાં યુવાનો અને યુવતીઓ અનેક સપના લઈને આવે છે. કેટલાક યુવક-યુવતીઓના સપના પૂર્ણ થાય છે તો આમાથી કેટલાક એવા લોકો છે જે આ સપનાઓ સુધી નથી પહોંચી શકતા અંતે થાકી હારીને જીવન ટૂંકાવી લે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં 30 વર્ષની એક મોડેલે અંતિમ પગલું ભરી લીધું છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ પોલીસને એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી.

મુંબઈના અંધેરી વિસ્તારમાં 30 વર્ષની મોડેલે ચાર બંગલા સ્થિત હોટેલમાં પંખા સાથે લટકી ગળેફાંસો લગાવી લીધો. હોટેલમાં મોડેલે એક રૂમ ભાડે રાખ્યો હતો. વર્સોવા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને આત્મહત્યા અંગે તપાસ શરૂ કરી છે. આત્મહત્યા કરનારી મોડેલનું નામ આકાંક્ષા મોહન હોવાની માહિતી મળી છે. તે લોખંડવાલા સ્થિત યમુનાનગર સોસાયટીમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે, બુધવારે બપોરે 1 વાગ્યે આકાંક્ષાએ ચેક ઈન કર્યું હતું. રાત્રે જમવાનો ઓર્ડર પણ આપ્યો હતો. જો કે, બીજા દિવસે ગુરૂવારે આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા.

હોટેલના વેઈટરે કેટલીય વાર બેલ માર્યો પરંતુ સામેથી કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો. જે બાદ વેઈટરે તેની જાણકારી હોટેલ મેનેજરને આપી હતી. ત્યારબાદ મેનેજરે પોલીસને જાણકારી આપી હતી. જે બાદ પોલીસ હોટલ પર પહોંચી હતી અને રૂમને માસ્ટર ચાવીથી ખોલવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. મોડલ હોટેલના રૂમમાં પંખા સાથે લટકી રહી હતી.

હોટેલના રૂમમાથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં લખ્યું છે કે, માફ કરશો આના માટે કોઈ જવાબદાર નથી. કોઈને હેરાન ના કરતા. ખુશ નથી શાંતિ જોઈએ છે બસ. હાલ પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, ખરેખર મોડેલે ખુશ ન હોવાના કારણે આત્મહત્યા કરી છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે.

થોડા દિવસ પહેલાંં જ આકાંક્ષાએ એક રીલ બનાવી હતી જેમાં તે કમર તેરી લેફ્ટ રાઈટ સોંગ પર ડાન્સ કરી રહી છે અને ખુશ જોવા મળી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments