Homeગામનાં ચોરેબાંદ્રા-વરલી સી લિંક પર ગાડીએ રસ્તા પર ઊભેલા 13 લોકોને કચડી નાખ્યા,...

બાંદ્રા-વરલી સી લિંક પર ગાડીએ રસ્તા પર ઊભેલા 13 લોકોને કચડી નાખ્યા, 5ના મોત

Team Chabuk-national Desk: ગઈ કાલે મોડી રાત્રે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિન્ક પર ક્રેશ સાઇટ પર એક ઝડપી કારે ત્રણ કાર અને એક એમ્બ્યુલન્સને ટક્કર મારતાં પાંચ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.બુધવારે સવારે 3.30 વાગ્યે બનેલી આ ભયાનક દુર્ઘટના સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી.

વિઝ્યુઅલમાં કાર એમ્બ્યુલન્સ અને અગાઉના અકસ્માત પછી બાજુમાં પાર્ક કરેલી અન્ય કાર સાથે અથડાઈ છે. જ્યારે બીજો અકસ્માત થયો ત્યારે એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહી હતી.

આ પહેલાં એ જગ્યાએ અકસ્માત થયો હતો. એમ્બ્યુલન્સ ઘટનામાં ઘાયલ લોકોને લેવા આવી હતી. રસ્તાની સાઈડમાં જ્યારે તે લોકોને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે એક ગાડી આવે છે અને અથડાય છે. ત્યાર પછી એમ્બ્યુલન્સ સહિત 5 ગાડી એકબીજા સાથે અથડાઈ હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. એમાં જોઈ શકાય છે કે લોકો ત્યાં પાર્ક કરેંલા વાહનો પાસે ઊભા હતા, ત્યારે ઝડપથી આવતી કારે એને ટક્કર મારી હતી.

પહેલો અકસ્માત રાત્રે 3 વાગ્યે થયો. એક ગાડી ડિવાઈડર સાથે અથડાઈ. એમ્બ્યુલન્સ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી. એ સમયે 13 લોકો ત્યાં ઊભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી એક કારે તેમને કચડી નાખ્યા હતા. સી લિંકના કર્મચારી સહિત 13 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5નાં હોસ્પિટલમાં મોત થયાં હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments