Team Chabuk-national Desk: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આવ જ એક વીડિયોમાં એક યુવતી સુષ્મિતા સેનના દિલબર ગીત પર રસ્તા પર ડાન્સ કરતી જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે એક ઓટો ડ્રાઈવર પણ પાછળથી તેના ડાન્સમાં સાથે જોડાય છે. આજકાલ લોકોને ઈન્સ્ટાગ્રામ રીલ કરવા માટે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા એ બહુ સામાન્ય થઈ ગયું છે. આ વીડિયોમાં આ કન્ટેન્ટ ક્રિએટર્સ ભીડવાળી જગ્યાએ પણ આરામથી તેમના ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળે છે. જો કે, આ વીડિયો વાયરલ થવાનું કારણ આ છોકરીનો ડાન્સ નથી, પરંતુ એક ઓટો ડ્રાઈવર છે જે પાછળથી આ છોકરી સાથે જોડાય છે અને વીડિયોમાં તેની સાથે ડાન્સ કરતો જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં એક છોકરી ભીડવાળા બજારની વચ્ચે ડાન્સ કરતી જોવા મળે છે, પરંતુ યુઝરનું ધ્યાન તરત જ તે વ્યક્તિએ ખેંચ્યું જે છોકરીના ડાન્સ મૂવ્સને વિચિત્ર પણ ફની રીતે નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો વાયરલ થયા બાદ ફની કોમેન્ટ્સનું પૂર આવ્યું છે.
યુઝરે લખ્યું, ‘હા હા, જો હું ખરેખર ત્યાં હોત તો હસતા હસતા મરી ગયો હોત..’ બીજા યુઝરે લખ્યું, ‘હા હા.. કોણ છે આ લોકો? આ સાબિત કરે છે કે મુંબઈમાં લોકો પાસે ખરેખર સમય નથી.” આ ફની વીડિયો અત્યાર સુધીમાં 252 Kથી વધુ વખત જોવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત