Team Chabuk-Tech Desk: ટાટા મોટર્સ (Tata Motors)ની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago EV નું બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને કંપનીએ આ કારને લઈને ઘણા જબરદસ્ત દાવા કર્યા છે. જણાવી દઈએ કે Tiago EV ટાટા મોટર્સની ત્રીજી ઇલેક્ટ્રિક કાર છે. કંપનીના ઇલેક્ટ્રિક વાહનોના પોર્ટફોલિયોમાં નેક્સન ઇવી અને ટિગોર ઇવીનો સમાવેશ થાય છે અને હવે કંપની Tiago EV સાથે ઇલેક્ટ્રિક હેચબેક સેગમેન્ટમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે.
ટાટા મોટર્સે Tiago EVની ડ્રાઇવિંગ કિંમત અંગે મોટો દાવો કરતાં કહ્યું છે કે પેટ્રોલ કારની સરખામણીમાં એમની આ કાર ચલાવવાથી પ્રતિ કિલોમીટર 6.5 રૂપિયાની બચત થઈ શકે છે. આ સાથે કંપનીએ તેના તુલનાત્મક ડેટા પણ રજૂ કર્યો હતો. ટાટા મોટર્સના એ દાવા અનુસાર જો કોઈ આ રેન્જની પેટ્રોલ કાર ચલાવે છે તો તેમણે હજાર કિલોમીટર ચલાવવા માટે 7,500 રૂપિયાનું ઈંધણ જોઈશે પણ તેની સામે Tiago EVને 1000 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર 1,100 રૂપિયા આવશે. આ રીતે 1000 કિલોમીટરની ડ્રાઇવમાં પેટ્રોલ કારની સરખામણીમાં Tiago EV ચલાવીને લગભગ 6,500 રૂપિયા બચાવી શકો છો.
Tiago EVનું બુકિંગ આવતીકાલે એટલે કે 10 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ગ્રાહકો કોઈપણ અધિકૃત ટાટા મોટર્સ ડીલરશીપ અથવા વેબસાઇટ પર 21,000 રૂપિયાની ટોકન રકમ જમા કરીને Tiago ઈલેક્ટ્રિક બુક કરી શકે છે. જણાવી દઈએ કે આ કારની ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ થશે. Tiago EV ટેસ્ટ ડ્રાઈવ માટે ડિસેમ્બરથી ઉપલબ્ધ થશે. ખાસ જાણવાનું એ રહ્યું કે Tiago EV Ziptron ટેક્નોલોજી પર આધારિત છે અને આ કારની કિંમત 8.49 લાખ રૂપિયાથી 11.79 લાખ રૂપિયા સુધીની રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત