જ્યારે-જ્યારે સત્યથી અળગા થયા,
ત્યારે-ત્યારે બોલવામાં ભૂલ થાય.
આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !
– મહેશ દાવડકર
અબ્રાહમ લિંકનનું વિધાન છે કે, મને છ કલાક ઝાડ કાપવા માટે આપશો તો હું તેમાંથી ચાર કલાક મારી કુહાડીની ધાર કાઢવા માટે પસાર કરીશ. ભારતીય મીડિયાને ઘટના આપવામાં આવે તો એ પહેલા બ્રેકિંગ મારશે અને પછી સંદર્ભની તપાસ કરશે. ઘટના ખોટી હશે અને પછી ખંડન કરશે.
Reports of Indian Army’s action in Pakistan-occupied Kashmir (PoK) across the Line of Control are fake: Indian Army Director General of Military Operations Lt Gen Paramjit Singh
— ANI (@ANI) November 19, 2020
(file photo) pic.twitter.com/uHlULDWydh
ગઈ કાલે PTI મારફતે એક સમાચાર મળ્યા. ઈન્ડિયન આર્મીએ પિનપોંઈન્ટ સ્ટ્રાઈક કરી દીધી છે. હરખમાં ને હરખમાં ચોંટાડી દીધું. નેશનલમાં લાગ્યું એટલે ગુજરાતી વેબસાઈટોમાં લાગ્યું. આખરે ANI પર આર્મી DGMO દ્વારા કન્ફર્મેશન આપવું પડ્યું કે આવું કંઈ થયું નથી. કોઈ સ્ટ્રાઈક કરવામાં આવી નથી.
News reports of Army action in PoK fake: DGMO
— ANI Digital (@ani_digital) November 19, 2020
Read @ANI Story | https://t.co/QHJ60WB9tM pic.twitter.com/MicQzwrwF6
જેને સમાચાર દર્શાવવાના છે. સાચા સમાચાર જનતા સુધી પહોંચાડવાના છે તેણે જ ફેક ન્યૂઝ ફેલાવી દીધી. ચેનલોનો તો શું વાંક કાઢવો ? આવું થઈ જાય છે. ન્યૂઝ ચેનલની અંદર કેટલા બધા ટીવી હોય છે. કેટલાક ટીવી તો કારણ વિનાના ચાલુ હોય છે. ઘણા ટીવી એવા હોય છે જેમાં એકની એક ચેનલનું ત્રણ વખત પ્રસારણ ચાલુ હોય છે. પત્રકારો તેમાં ધ્યાન દઈ બેઠા હોય છે કે, ફલાણી ન્યૂઝમાં ચાલી ગયું આપણે પણ ચલાવો. ઓફિસમાં એક વ્યક્તિ હોય છે… ‘‘એ એ એ જો…. પેલી ચેનલમાં ચાલી ગયું.’
Several media outlets are claiming that the Indian Armed Forces carried out strikes on suspected terror launch pads across the #LOC.#PIBFactCheck: This claim is #Fake. There has been no firing across the LOC today. pic.twitter.com/oeIRujRY9Z
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2020
હડબડીમાં કેટલી ભૂલો જાય છે. ભૂલો જવી સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. પણ ખરાઈ કર્યા વિના એ પણ સરહદ પરના મુદ્દાને? આગળ પાછળ જોયા વિના ચલાવી દેવું ?
ચેનલોમાં કેટલાક ખૂબ મહાન લોકો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે એ કેટલા મહાન છે. તેમને એન્કર કહેવામાં આવે છે. ચહેરો ખૂબ સુંદર હોય છે. અવાજ ખૂબ સારો હોય છે. એક ને એક વાત ઉસ્તુકતાપૂર્વક બોલવાની તેમને આદત પડી ગઈ હોય છે. તેમની પાસે નવા શબ્દો નથી હોતા. હા જૂની ઘટનાઓ ટીપીમાંથી વાંચી વાંચીને એટલો તો ખ્યાલ આવી જ ગયો હોય છે કે, મારે આ વિષય પર બોલવાનું છે.
પહેલા તો નેશનલના જ એન્કરો કરતા હતા હવે તો ગુજરાતી એન્કરોમાં પણ આ પ્રમાણ વધવા લાગ્યું છે. કોઈ નાનું અમથું બ્રેકિંગ પણ ચેનલ મારી દે તો ફોટો પાડી ફેસબુક પર શેર કરી દે છે.

કાલે આજતકના અંજનાબેને શેર કર્યું એ પછી કેવી સ્થિતિ થઈ ? સ્ટ્રાઈક તો થઈ જ નથી. એક એક એન્કર શેર કરવા લાગ્યા. ફેક ન્યૂઝ આને જ તો કહેવાય છે. એક એન્કરના સૌથી વધારે ફોલોઅર હોય છે. એ એન્કર જ્યારે મહિલા હોય ત્યારે તેના ફોલોઅર્સની સંખ્યા બે ગણી હોય છે. જેની પાસેથી સાચા સમાચારની અપેક્ષા હોય તેનાથી જ ફેક ન્યૂઝ વાઈરલ થઈ જાય તો. જોકે અંજનાબેને એકલાએ ક્યાં આવું કર્યું છે.
Ye kya hai ma’am. Hamare emotions ke sath kyo khelte ho? Hamne Pakistan walo ki social media par maarne ke liye puri fauz bana rakhi thi. Ab wo patakhe kya karun jo nikal kar rakha hu?😭 pic.twitter.com/uhh1viqxWv
— Aditya🇮🇳 (@AdityaHSKumar) November 19, 2020
દ્રોપદીના સ્વયંવરમાં અર્જુને માછલીની આંખને પાણીમાં જોઈ. નિશાનો લેતા પહેલા થોડી ક્ષણો સુધી તે માછલીના ગોળ ગોળ ઘુમવાને એકીટશે તાકતો રહ્યો. તેને ખબર પડી ગઈ કે માછલી આ તરફથી આ ક્ષણે જ આટલી સેકન્ડે જ પસાર થશે ત્યારે જ તીર માર્યું.
આપણે ક્યાં તીર મારવાનું છે આપણે તો ખાલી ખરાઈ કરવાની છે. શું નંબર વન ચેનલ બ્રેકિંગ મારે એટલે એ સાચું જ હોય. કાલ નંબર વન ચેનલનું જ બ્રેકિંગ ખોટું હતું.

ચેનલમાં કદાચ ફોટો ન પડે પણ વેબસાઈટમાં જ્યારે અપલોડ થાય ત્યારે સ્ક્રિનશોટ પડી જાય છે. આ અત્યારનું સૌથી મોટું દુષણ છે. સોશિયલ મીડિયા ન હતું ત્યારે એક સમાજ હતો. બે લોકો વાતો કરે એવો સમાજ. આ સમાજમાં કેટલાક દૂષણો પણ હતા. દીકરીને દૂધ પીતી કરી દેવાનો. સ્ત્રી વિધવા થાય તો તેને પત્ની સાથે ચિતામાં સળગવાનું. યાદ છે રાજા રામમોહનરાય ? છઠ્ઠા ધોરણમાં એમનો પાઠ ભણવામાં આવતો હતો. સતી પ્રથાનો વિરોધ તેમણે કર્યો હતો. આ જમાનો તો ગયો. હવે આવું કંઇ નથી.
હવે નવા જમાનાના દૂષણો છે. સોશિયલ મીડિયાના દૂષણો. ફેક ન્યૂઝને શેર કરવાનું દૂષણ. કોઈની ભૂલનો સ્ક્રિનશોટ પાડી તેને ઉતારી પાડવાનું દૂષણ. તેની લિન્ક પોતાની ટાઈમલાઈન પર શેર કરી બીજાને તેની પોસ્ટ પર કોમેન્ટ કરવા આવવાનું વણમાંગ્યું આમંત્રણ આપતું દૂષણ.
त ई का है दीदी?आज तक सबसे तेज़,मतलब इतना तेज??? pic.twitter.com/8oBTSFtByS
— Sarvendra Mishra (@SarvendraMishr6) November 19, 2020
મજાક બંને તરફથી થવી જોઈએ. સામેની વ્યક્તિને પણ ગમે આપણને પણ કરવી ગમે. બદલામાં તે આપણી મજાક કરે તો આપણને વાંધો પણ ન પડવો જોઈએ.
હવે તો સ્ટેજ પરથી ખોટું બોલે એ પણ પકડાતું નથી. યુટ્યુબ પર તર્કનું તાંડવ અને સ્ટોરીઓના એન્ગલ કાઢવાના રમખાણ ચાલે છે. હમ ફર્સ્ટ હમ ફર્સ્ટની હોડમાં કિરકિરી થઈ જાય છે. એટલી બધી બ્રેકિંગ ન્યૂઝો આવે છે કે….

ઈંગ્લેન્ડમાં એક જૂનો રિવાજ હતો. હવે નથી રહ્યો. પત્ની ગર્ભવતી બને પછી પતિ પરિવારજનો અને મિત્રોને કહે કે : હા, મારી પત્ની ગર્ભવતી છે તો તેને બ્રેકિંગ ન્યૂઝ કહેવાતા હતા.
તાજોતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત