Homeસાહિત્યજે.આર.આર. ટોકીન : જે જીવનમાં બન્યું બધું કાગળ પર ઉતારી નાખ્યું

જે.આર.આર. ટોકીન : જે જીવનમાં બન્યું બધું કાગળ પર ઉતારી નાખ્યું

લોર્ડ ઓફ ધ રિંગ્સ. જે.આર.આર. ટોકીનની સર્વશ્રેષ્ઠ ફેન્ટસી કૃતિ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કોઈ લેખક દ્વારા રચાયેલું પાવર હાઉસવાળું સાહિત્ય. 90ના દાયકાની પૂર્ણાહુતિ થતાં થતાં હેરી પોટર સિરીઝ સિવાયની કોઈ ફિલ્મ સિરીઝે ધ્યાન ખેંચ્યું હોય તેવી ફિલ્મ સિરીઝ.

લોર્ડ ઓફ ધ રિંગ્સની વાર્તામાં પાત્રો વધારે છે. મિત્રો વધારે છે. દુશ્મન તેનાથી પણ કઈ ગણા છે. કામ ખાલી એટલું કરવાનું છે કે જીવરાજ ચાર રસ્તાથી એક વીંટી તમારે ચાંદખેડા અમદાવાદના ભર ટ્રાફિકમાંથી લઈ જવાની છે… એવું ?

પણ આ ફેન્ટસી કથામાં વચ્ચે આવતી દુવિધાઓને પાર કરવાની કવાયત જે છે તે હેરી પોટરને પણ ક્યાંય ટક્કર મારે તેવી છે. અત્યારે ગેમ ઓફ થ્રોન્સના લેખક જ્યોર્જ.આર.માર્ટીન ફેન્ટસીના સર્વોચ્ચ સિંહાસન પર બિરાજી રહ્યા છે. તેનાથી પણ કંઈક વધારે લોર્ડ ઓફ ધ રિંગ્સની સિરીઝનું નામ છે. માર્ટીનની કથામાં તો રાજનીતિનો પણ શંભૂમેળો છે. તેની જગ્યાએ ટોકીનની લોર્ડ ઓફ ધ રિંગ્સ શ્રેણી માત્ર સાહસ પર નિર્ભર છે.

ફેન્ટસી કથાઓમાં પ્રવેશ કરતા પહેલા ટોકીન વિશ્વયુદ્ધનો હિસ્સો હતા. જો તેમણે વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો હોત, તો કદાચ આ કથા આપણા નસીબમાં નહોતી લખાયેલી.

18મી સદીમાં ટોકીનનું કુંટુંબ જર્મનીમાં વસવાટ કરતું હતું. 1756માં આ કુંટુંબ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આવી ગયું. તેમની અટકનું પણ કંઈક અગોચર જેવું છે. ટોકીનની સરનેમમાં જ ઘણા રહસ્યો છે. એક જર્મન લેખકના જણાવ્યા અનુસાર જર્મનીથી ખાસ્સુ દુર એક ગામ આવેલું છે. આ ગામનું નામ ટોકીનનું હતું અને તેમાંથી ટોકીન પરિવારની અટકની ઉત્પતિ થઈ.

એક ઈંગ્લીશ બેન્ક મેનેજરને ત્યાં ટોકીનનો જન્મ થયેલો. જન્મ સમયે ન’તો એ ઈંગ્લેન્ડમાં હતા ન’તો મૂળ નિવાસસ્થાન જર્મનીમાં કે, પેલા ટોકીન કહેવાતા ગામમાં.

સાઉથ આફ્રિકામાં તેમના જન્મની કિલકારીયો ગૂંજી. ત્રણ વર્ષ સુધી આફ્રિકામાં રહ્યા અને ત્યાંથી માતા સાથે ઈંગ્લેન્ડ પરત આવી ગયા. આફ્રિકામાં હતા ત્યારે એક કાર્લ નામનું કાદવથી ભરેલું ગામ હતું. બાળપણમાં ટોકીનને કંઈ નહીં ને વનસ્પતિશાસ્ત્રમાં રસ જાગ્યો. આ કાદવ અને વૃક્ષોના ચિત્રો ભવિષ્યમાં તેમની કલ્પનામાં સજીવ થયા. સારું જ કહેવાય કે આફ્રિકાનો એ રાજકારણી લોકોની સમસ્યાઓનું નિરાકરણ નહોતો કરતો. કર્યું હોત તો બિચારા ટોકીનને વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ અને નવલકથામાં કાદવ લાવવાની પ્રેરણા કેવી રીતે મળેત?

માતાના કહેવાથી તેણે ફેન્ટસી કથાઓ વાંચવાની શરૂઆત કરી, પણ કોઈ કથા તેમને પસંદ ન હતી આવતી. આ સમયે રેડ ઈન્ડિયન્સની સાચુકલી વાર્તાઓથી તે પ્રભાવિત થયો. યુવાનીમાં પહોંચ્યા ત્યારે બુક ઓફ ફોરસેક્સ તેમણે તૈયાર કરેલી. 1968માં તેઓ સ્વીત્ઝર્લેન્ડની પહાડી પર ગયા. એ પહાડી રહસ્યમય ગણાતી હતી.

16 વર્ષની ઉંમરે તો લગ્નજીવન માણવાના અભરખા જાગી ગયા. તેમણે પોતાનાથી ત્રણ વર્ષ મોટી એડિથ મેરી બેટ્ટ સાથે મેરેજ કરી લીધા. કુમળી વયે તેને પ્રેમ થઈ ગયેલો. એડિથને જ્યારે ટોકીનને પ્રપોઝ કર્યુ તો એડિથે જવાબ આપ્યો, ‘મારી સાથે ભણતા છોકરા સાથે મારે લગ્ન કરવાના છે અને અમે બંન્ને એકબીજાને ખૂબ ચાહીએ છીએ.’

ટોકીન તો પણ તેને પ્રેમ કરતો હતો. તેની સંભાળ રાખતો હતો. છેલ્લે એડિથને ટોકીનમાં જ પ્રેમ દેખાયો અને બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. ટોકીનના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે હારેલી પ્રેમની બાજીને પણ કેવી રીતે જીતી લેવી.

ટોકીને પોતાની પત્ની વિશે કહ્યું છે કે, ‘એ એક એવા માણસને પરણી રહી હતી, જેની પાસે પૈસા ન હતા, ગાડી ન હતી ઉપરથી યુદ્ધમાં વ્યસ્ત રહેતો હતો.’

એક તરફ પત્ની સાથે હાલમાં જ લગ્ન થયા હતા. બીજી તરફ ટોકીનને બ્રિટિશરો તરફથી પ્રથમ વિશ્વ યુદ્ધમાં જવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું. ત્યાં સુધીમાં તેણે પોતાની ડિગ્રી મેળવી લીધી હતી. ટોકીન યુદ્ધમાં જવા ઉપડ્યા અને પહેલું પોસ્ટિંગ થયું ફ્રાન્સમાં. અહીં કેટલાક એવા લોકો હતા જે અજાણ્યાઓથી દૂર ભાગતા હતા ને ટોકીને છતાં તેમને મિત્રતાની ગાંઠમાં બાંધી લીધા.

યુદ્ધની વચ્ચે ટોકીન પોતાના સૈનિક મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો, ‘અહીંથી ઈંગ્લેન્ડ જઈને પછી શું કરવાનું છે ?’

‘હું ઘરે જઈશ અને ત્યાં બા અને બાપુજી… ’ ધડાંગ… બ્લાસ્ટ થયો અને ટોકીનનો મિત્ર યમધામ પહોંચી ગયો. ટોકીનના તમામ મિત્રો આવી રીતે ઈશ્વરને પ્યારા થઈ ગયા. કોઈ વસ્તુ ગુમાવતી વખતે તેની કિંમત સમજાય. ટોકીન તો હવે એ મિત્રોને પાછો બોલાવી પણ નહોતો શકતો, કારણ કે તેઓ તો દુનિયા છોડીને જ ચાલ્યા ગયા હતા.

આર્મીમાં જેમ સૈનિક માટે તેનો સાથી જ સર્વસ્વ હોય છે, તેમ ટોકીનના કિસ્સામાં પણ હતું. યુદ્ધ લડતા અને માંડ માંડ બચતા ટોકીન ઘરે પરત ફર્યો ત્યારે તેનો કોઈ મિત્ર બચ્યો ન હતો.

ટોકીનને વચ્ચે એવું પણ લાગ્યું કે મિત્રો બનાવી લાગણીનો પુલ ન બાંધવો જોઈએ. જ્યારે મિત્રો આર્મીમાં હોય ત્યારે તો બિલકુલ નહીં. એકલા અટુલા ટોકીન જીવનમાં આગળ ચાલી નીકળ્યા યુદ્ધમાં ભાગ લીધેલો એટલે પ્રોફેસર તરીકેનું કામ મળી ગયું. અંગ્રેજી ભાષા અને શબ્દો પર પારંગતતા મેળવી હોબિટ નામની નવલકથા લખી.

1932માં આ પુસ્તકને તેમણે અંતિમ ઓપ આપ્યો. હોબિટ માટેની તેમની પ્રેરણા પણ જબરી હતી. કોલેજમાં ફાઈલો ચેક કરતા હતા અને ત્યારે એક બ્લેન્ક પેજ દેખાયું. આ કાગળમાં તેમણે ગોળ રાઉન્ડ કર્યું અને હોઠ મમળાવતા બોલ્યા, ‘હોલ એક એવી દુનિયા જ્યાં હોબિટ્સ રહે છે.’ 1930માં તેમની સાથે આ ઘટના બની 1932માં નવલકથા છપાઈ ગઈ. જે તેમણે નાર્નિયાના રાઈટર સી.લેવિસને પણ વંચાવેલી હતી.

અને તે પછી જેને લેગસી ગણવામાં આવે છે, તે લોર્ડ ઓફ ધ રિંગ્સની હોબિટને જ કથાવસ્તુના કેન્દ્રમાં રાખી નવલકથા રચી. આ કથા લખવા માટે ટોકીનને 10 વર્ષનો સમય લાગ્યો.

સી.લેવિસને તેમણે આ કથાવસ્તુ વિશે કહ્યું અને તેમણે આ નવલકથાને એપિકનો ઊભા ઊભા જ દરજ્જો આપી દીધો. લખવા માટે તેમને રાહ જોવી પડતી હતી, તેનું કારણ પૈસા કમાવવા માટેનું તેમનું એકેડેમિક કરિયર હતું.

બીલ્બોનો ખજાનો ખોવાય જાય છે અને તે શોધવા માટે નીકળે છે. આ પહેલું કથાવસ્તુ હતું. જેને બાદમાં રિંગ જોડે તેમણે બદલી નાખ્યું. હોબિટ માટેની કાગળના પાનામાં શરૂઆત તેમણે ગોળ આકાર દોરીને કરેલી. નવલકથા લખાઈ સફળ પૂરવાર થઈ અને તેના પરથી નાટકો બનવા લાગ્યા. સિરીયલ બનવા લાગી, પણ ફિલ્મ હજુ સુધી બની ન હતી.

ટોકીનના દીકરા ક્રિસ્ટોફર ટોકીનની ઈચ્છા નવલકથા પરથી ફિલ્મ બનાવવાની હતી. દીકરાએ 2014માં પિતાની લખાયેલી પણ કોઈ દિવસ ન છપાયેલી નવલકથા બિયોવુલ્ફને પણ પ્રકાશિત કરેલી. જેના કેટલાક અંશ લોર્ડ ઓફ ધ રિંગ્સ અને હોબિટના મિડલ અર્થ સાથે તાલમેલ ધરાવતા હતા.

નવલકથા તો પૂરી થઈ પણ ફિલ્મ બનતા પહેલા એક મુસીબત આવી પડી. આ મુસીબતનું નામ હતું રશિયા. અત્યાર સુધી લોર્ડ ઓફ ધ રિંગ્સના વાચકોએ મોર્ડોકને વિલન તરીકે જોયો હતો, પણ રશિયામાં કિરીલી એસ્કોવ નામના લેખકે આ સ્ટોરીને રિ-ટોલ્ડ કરી નાખી. થયું એવું કે તેમાં મોર્ડોકને વિલન બનાવ્યો અને ફ્રોડો સાથે તેના તમામ મિત્રોને વિલન ઘોષિત કરી દીધા. આ ફેરફાર થયો ત્યાં સુધી રશિયનોએ મૂળ લોર્ડ ઓફ ધ રિંગની પ્રતો વાંચી ન હતી એટલે તેમના માટે મોર્ડોક હીરો બની ચૂક્યો હતો.

ટોકીને એટલું બધુ ગુંચવણ ભર્યું લખ્યું હતું કે તે આખી વાત ફિલ્મના પડદા પર લઈ આવવી એ પડકારજનક કામ હતું. ડિરેક્ટરની કમાન પિટર જેક્સને સંભાળી. તેમનો ફિલ્મો બનાવવાનો રેકોર્ડ ગુજરાતીમાં ઓનલાઈન લખાતી નબળી વાર્તાઓ જેવો હતો.

જેક્સને ચાર ચાર સ્ક્રિનપ્લે રાઈટરોને મેદાનમાં ઉતાર્યા. ભારે કશ્મકશ બાદ નિર્ણય લેવામાં આવ્યો કે સાંભળો શ્રીમાનો, કથાને એક સીધી લાઈનમાં નહીં કહી શકાય. ફ્રોડોને જ દોડાવ્યા રાખીશું તો નહીં ચાલે. તમામ પાત્રો છુટા પાડીએ. એ પછી અલગ અલગ પાંચ ઘટનાને ઉતારીએ..

નિર્ણય લેવાયો કે મુસીબતમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા પાત્રો માટે એક એક અલગ વાર્તા. આખી નવલકથાને 100-100 પાનામાં ફાડો અને એક કેરેક્ટરનું બધુ એક સો પાનામાં ભેગુ કરો.

ફિલ્મ બનાવતા સમયે ખ્યાલ આવ્યો કે નવલકથા અને ટોકીનનું જીવન સમાન હતું. આફ્રિકાનું કાદવ, મિત્રો સાથે મળવું, ટ્રાવેલ માટે પહોડો પર અને તે પણ રહસ્યમય પહાડો પર જવું આ બધું તો ટોકીન પોતાના જીવનમાં કરી ચુક્યા હતા.

ફ્રોડો બનતા એલિજી વૂડને ટોકીનની માફક જ જીવન જીવવાનું કહી દીધું, કારણ કે ડિરેક્ટર પિટર જેક્સનને ખ્યાલ આવી ગયેલો કે ટોકીનનું પાત્ર ‘ફ્રોડો’ એ પોતે જ છે.

આ પહેલા જાદુગર ગેન્ડાલ્ફના કિરદાર માટે પ્રથમ જેમ્સ બોન્ડ શો કોનરીને તેડુ મોકલવામાં આવેલું. ફિલ્મનું બજેટ 300 મિલિયન હતું અને તેમને 15 ટકાના ભાવે મહેનતાણું જોઈતું હતું.

શો કોનરીએ રોલ છોડ્યો છે એટલે ટોકીનનો દીકરો ક્રિસ્ટોફર ટોકીન ઓડિશન દેવા પહોંચી ગયો અને બોલ્યો, ‘હું જ ગેન્ડોલ્ફનો રોલ કરીશ.’ પણ સિલેક્ટ ન થયો. ફિલ્મના મુખ્ય પાત્ર ફ્રોડોને ફિલ્મમાં જુઓ તો 17 વર્ષનો લાગે બાકી નવલકથામાં તેની ઉંમર 50 વર્ષની છે. ફિલ્મના તમામ પાત્રોની ઉંમર 100 ઉપર જ રાખવામાં આવી છે. ખાલી દેખાવે યુવાન. તેમાં એન્ની હેથવે અને જાદુગર ગેન્ડાલ્ફ તો 2000 વર્ષ ઉપરની ઉંમરના છે.

પણ મહામહેનતે પિટર જેક્સને સમયસર આ ફિલ્મ બનાવી નાખી. ત્રણ કલાક અને પચાસ મિનિટ. છેલ્લો પાર્ટ તો ચાર કલાકનો હોવા છતાં તેણે ક્રમાનુસાર 2002થી 2004માં આ કથાને આટોપી લીધી. ઓડિયન્સને વેઈટ પણ ન કરાવ્યો અને ઓસ્કર પણ લેતી ગઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments