Homeસાહિત્ય2020નું બુકર પ્રાઈઝ સ્કોટલેન્ડના લેખક ડગલસ સ્ટુઅર્ટની shuggie bainને

2020નું બુકર પ્રાઈઝ સ્કોટલેન્ડના લેખક ડગલસ સ્ટુઅર્ટની shuggie bainને

Shuggie અંગ્રેજીના આ શબ્દનો અર્થ થાય છે આત્મા, બુદ્ધી, મગજ. shuggie bain નામની એક નવલકથા છે. આવી નવલકથાઓ પુરસ્કારથી સન્માનિત થાય ત્યારે આંખે ચડે છે. લેખક છે ડગલસ સ્ટુઅર્ટ. ડગલસને તેમની પ્રથમ નવલકથા માટે જ બુકર પ્રાઈઝથી સન્માનિત કરી દેવામાં આવ્યા છે. સ્પર્ધામાં રાબેતા મુજબ ભારતીય મૂળના લેખિકા અવની દોશી હતા. જેમની બુક બર્નટ સુગરને ઈનામ નથી મળ્યું.

આ વખતના બુકર પ્રાઈઝના નિર્ણાયક શ્રીમતી માર્ગારેટ બુસ્બી હતા. બીબીસીમાં સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. બરાક ઓબામા, નોબલ પ્રાઈઝ વિનર જુઓ ઈશિગીરો, માર્ગારેટ એટવુડ જેવા ખમતીધર લોકોએ વિજેતાને સંદેશો પાઠવ્યો હતો. અને પોતાના લેખન અને વાંચન વિશે વાત કરી હતી.  

ડગલસનું પુસ્તક તેના બાળપણની સ્મૃતિઓ પર આધારિત છે. જેમાંથી નવલકથાએ જન્મ લીધો. ડગલસ 16 વર્ષની વયનો હતો જ્યારે તેની માતા દારૂની લતના કારણે ઈશ્વરને પ્યારી થઈ ગઈ હતી. આ પુસ્તક પણ તેણે તેની માતાને જ અર્પણ કર્યું છે. રોયલ કોલેજ ઓફ આર્ટ્સમાંથી સ્નાતકની પદવી મેળવ્યા પછી ડગલસ ન્યૂયોર્કમાં ફેશન ડિઝાઈનરનું કામ કરવા લાગ્યા. સાથે નાનું અમથું લખી નાખતા હતા. એક દાયકાથી તેઓ લેખન પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. આ વર્ષે જ તેમની બે ટૂંકીવાર્તાઓ પ્રકાશિત થઈ છે. જેને અમેરિકન વિવેચકો દ્વારા સરાહવામાં આવી છે.

તેમની પ્રથમ નવલકથાની પૃષ્ઠભૂમિમાં સ્કોટલેન્ડનું ગ્લાસગો શહેર હતું અને બીજી નવલકથા જે ટૂંક સમયમાં પ્રકાશિત થવાની છે તે Loch Awe પણ ગ્લાસગોની પૃષ્ઠભૂમિ પર જ આધારિત છે.

નિર્ણાયક માર્ગારેટ બુસ્બીએ આ નવલકથા વિશે કહ્યું હતું કે, ‘આ એક ક્લાસિક નવલકથા છે. પાત્રો અને તેના મૂલ્યને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. એગ્નસ બેન સાથે તેનો કોઈ પણ શર્ત વિનાનો પ્રેમ છે. આ એક ટ્રેજિક કથા છે. જેમાં નાયક પોતાની માતાને દારૂના વ્યસનમાંથી ઉગારવા માટે અને તેની પોતાની મહત્વાકાંક્ષાઓને બચાવવા માટે લડે છે.’

સંદેશો પાઠવતી વખતે કાર્યક્રમમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે, ‘હું વિશ્વને સમજવા માટે લેખનની તરફ ચાલ્યો ગયો છું. આ પુસ્તક મને સમજાવે છે કે કેવી રીતે કોઈ બીજાના પગરખામાં પોતાનો પગ નાખી દેવો અને તેની દુનિયા, તેની ભાવના, તેના સંઘર્ષોને સમજવા.’

આ એક આત્મકથાનાત્મક લેખન છે. લેખકનું પોતાનું જીવન પુસ્તકના પાનાની વચ્ચે ધબકી રહ્યું છે. શૂગીનું બાળપણ એકલું અટુલું છે. ત્રણ બાળકોમાં તે સૌથી નાનો છે. તેને એવી અનુભૂતિ થાય છે કે હું એકલો જ બાળક છું. તેનો મોટોભાઈ અને બહેન તેમની ટીનએજ અવસ્થામાં હતા જ્યારે તે પેદા થયો હતો. તેને તેના પિતા વિશે કંઈ ખ્યાલ નથી. નોકરી શોધવા માટે તે ભાગી જાય છે.

આ અરસામાં માતા મદ્યપાન કરવા લાગે છે અને નાનો શુગી તેની મદદે આવે છે. માતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ થાય છે. જેમાં બંને વચ્ચે પાંગરતો પ્રેમ છે. નવલકથામાં પુત્ર માતાનો તારણહાર બનવા માગે છે જ્યારે માતા કબીર સિંહ બની પોતાના સર્વસ્વને તોડી નાખવા માગે છે.

1980ના કાળખંડમાં આ નવલકથા લઈ જાય છે. બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચર પદભાર સંભાળતા રાજકારણ અને રોજગારની કેવી સ્થિતિ છે તેનું પણ લેખકે વર્ણન કર્યું છે.

ગત્ત વર્ષે બુકર પ્રાઈઝ વિવાદમાં રહ્યો હતો. 2019માં જજ દ્વારા માર્ગારેટ એટવુડ અને બર્નાર્ડિન એવરિસ્ટો બંનેને વિજેતા ઘોષિત કરી દીધા હતા. નિર્ણાયક બુસ્બી ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે તેમણે 162 નવલકથાઓ વાંચી અને પછી એક લેખકની પસંદગી કરી. તેમણે કહ્યું કે, ‘મારા માટે આ ખૂબ મુશ્કેલ હતું કે હું 162 નવલકથામાંથી કોઈ એકની પસંદગી કરું આખરે મે શૂગીને પસંદ કરી લીધી.’

Book WriterPublisher
The New WildernessDiane CookOneworld Publications
This Mournable BodyTsitsi DangarembgaFaber & Faber
Burnt SugarAvni DoshiHamish Hamilton, Penguin Random House
The Shadow KingMaaza MengisteCanongate Books
Shuggie BainDouglas StuartPicador, Pan Macmillan
Real LifeBrandon TaylorOriginals, Daunt Books Publishing
2020માં બુકર પ્રાઈઝ માટે નામાંકિત થયેલા 162 લેખકોમાંથી છેલ્લા 6 લેખકો. જેમાંથી ડગલસ વિજેતા બન્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments