Team Chabuk-Entertainment Desk: જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘મિલી’નું રુંવાડા ઉભા કરે તેવું ટ્રેલર (mili trailer) રિલીઝ કરવામાં આવ્યું છે. જાહ્વની કપૂરની ફિલ્મ મિલીના ટીઝરે ચાહકોને હચમચાવી દીધા હતા અને હવે ‘મિલી’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર તમારા રુવાડા ઉભા કરી દેશે. એક સામાન્ય છોકરી જેનું સપનું વિદેશ જવાનું છે, પરંતુ તે યુવતી અચાનક જ ઘરમાંથી ગાયબ થઈ જાય છે અને ભૂલથી તેની જ ઓફિસના માઈનસ ડિગ્રી તાપમાનના ફ્રીઝર રૂમમાં બંધ થઈ જાય છે. ટ્રેલરે ચાહકોને હચમચાવી દિધા છે. જીવ બચાવવા માટે જાહ્વની કપૂર સંઘર્ષ કરતી જોવા મળે છે. તમામ લોકો આ ટ્રેલરના વખાણ કરી રહ્યા છે.
‘મિલી’નું ટ્રેલર ફ્રીઝરના એ જ દ્રશ્યથી શરૂ થાય છે જેમાં તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આખું નામ મિલી નૌડિયાલ, જે તેના પિતા સાથે એકલી રહે છે. તેને વિદેશી નોકરીની ઓફર મળે છે અને તે તેની તમામ તૈયારીઓ કરે છે, પછી અચાનક વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. જ્યાં ‘મીલી’ કામ કરે છે, તે માઈનસ ડિગ્રી તાપમાનના ફ્રીઝરમાં બંધ થઈ જાય છે. પોલીસથી લઈને પરિવારના સભ્યો તેની શોધ કરવા લાગ્યા. તે જ સમયે, તે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર માનતી નથી. તેણીના ચહેરા, હાથ પર લોહીના નિશાન જોવા મળે છે અને ટ્રેલરના અંતમાં તે પોતાની જાતને વરખથી લપેટી લેતી જોવા મળે છે. મિલી પોતાને બચાવી શકશે કે પોલીસ તેને શોધી શકશે, આ સસ્પેન્સ પરથી પડદો ફિલ્મ જોયા પછી જ ઊંચકાશે.
મિલી એ મલયાલમ થ્રિલર ફિલ્મ હેલનની સત્તાવાર રિમેક છે. હેલન એક યુવાન નર્સ છે જે કેનેડા જવા માંગે છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. અહીં હેલેનની જગ્યાએ 24 વર્ષની મિલી નૌડિયાલ છે. તેણે B.Sc નર્સિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મથુકુટ્ટી ઝેવિયર દ્વારા નિર્દેશિત સર્વાઇવલ થ્રિલર ફિલ્મ ‘મિલી’ રિતેશ શાહ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે કર્યું છે. ફિલ્મમાં જ્હાન્વી ઉપરાંત મનોજ પાહવા અને સની કૌશલ પણ જોવા મળશે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
