HomeસિનેમાવાદVaishali Takkar Suicide: વૈશાલી ટક્કરે સુસાઈડ નોટમાં લખ્યું કેમ આત્મહત્યા કરી, લખ્યું-...

Vaishali Takkar Suicide: વૈશાલી ટક્કરે સુસાઈડ નોટમાં લખ્યું કેમ આત્મહત્યા કરી, લખ્યું- ‘નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે’

Team Chabuk-Entertainment Desk: ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ફેમ વૈશાલી ટક્કરે રવિવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વૈશાલી સુસાઈડ કેસમાં હવે રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક સુસાઈડ નોટ પણ વાયરલ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સુસાઈડ નોટ વૈશાલીએ આત્મહત્યા કરતા પહેલા લખી હતી. આમાં તેણીએ જે માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહી હતી તેના વિશે લખ્યું છે. તેણે આત્મહત્યાનું પગલું ભરવા માટે તેના માતા-પિતાની માફી માંગી છે. તેમણે એવું પણ લખ્યું છે કે, રાહુલ અને દિશાએ તેમને માનસિક રીતે ટોર્ચર કરતા હતા અને તેમને સજા મળવી જોઈએ. તેણે તેના મંગેતર મિતેશની પણ માફી માંગી છે. અંતમાં લખ્યું છે I Quit.

વૈશાલી ટક્કરની આત્મહત્યાથી બધા શોકમાં છે. તેના મોત બાદ એસીપી મોતી-ઉર-રહમાને જણાવ્યું કે, સુસાઈડ નોટથી સંકેત મળી રહ્યો છે કે, રાહુલ નામનો વ્યક્તિ તેને ટોર્ચર કરતો હતો. સોશિયલ મીડિયા પર એક સુસાઈડ નોટ પણ વાયરલ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સુસાઈડ નોટ વૈશાલીએ આત્મહત્યા કરતા પહેલા લખી હતી. આ નોટમાં લખ્યું છે કે, તેને મેન્ટલી ટોર્ચર કરવામાં આવી તેના કારણે તેણે આત્મહત્યા કરવી પડી.

આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, I quit maa. આઈ લવ યુ પાપા-મા. જો હું ખરાબ દીકરી બની ગઈ હોય તો મને માફ કરી દેજો. મને રાહુલ અને દિશાએ અઢી વર્ષ સુધી મેન્ટલી ટોર્ચર કરી છે. પ્લીઝ રાહુલ અને તેની ફેમિલીને જરૂર સજા અપાવજો. નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે. તમને મારી કસમ ખુશ રહેજો. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છું. મિતેશને કહેજો મને માફ કરી દે.

વૈશાલીની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે રાહુલે મિત્રતાનો લાભ લઈને છેતરપિંડી કરીને તેના ફોટા પાડ્યા હતા. તેણે આ ફોટા અગાઉના મંગેતરને મોકલ્યા હતા જેના કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી. તે હજુ પણ વૈશાલીને ટોર્ચર કરતો હતો અને બ્લેકમેલ કરતો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ સુસાઈડ નોટના હેન્ડરાઈટિંગની પુષ્ટિ કરવા માટે નિષ્ણાતોની મદદ લેશે.

અહેવાલ મુજબ, પોલીસે વૈશાલીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ રાહુલ અને તેની પત્નીની ધરપકડ કરી છે. ટોચના અધિકારીઓનું કહેવું છે કે “તેણી (ટીવી અભિનેત્રી વૈશાલી ટક્કર)ના ઈ-ગેજેટ્સની તપાસ કરવામાં આવશે. તેનો પાડોશી રાહુલ તેને હેરાન કરતો હતો જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. અભિનેત્રીની ડાયરી પણ તપાસવામાં આવશે. તે લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ તેણે તેમાં પણ અવરોધ કર્યો.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments