Team Chabuk-National Desk: આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે 10% અનામતની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી. પાંચમાંથી ચાર જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ EWS અંગે સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈ (EWS અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. 5 જજોની બેંચમાંથી 4 જજે આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે એક જજે તેની વિરુદ્ધમાં અભિપ્રાય આપ્યો.
જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે સવાલ મોટો હતો કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે? શું તેનાથી SC /ST/ ObC ને બહાર રાખવા એ મૂળ ભાવના વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS કોટા બંધારણનો ભંગ કરતો નથી. EWS અનામત યોગ્ય છે. તે બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરતો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
