Team Chabuk-National Desk: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસ (rajiv gandhi murder case) મામલે સુપ્રીમ કોર્ટે (supreme court) મોટો ચુકાદો આપ્યો છે. રાજીવ ગાંધી હત્યા કેસમાં જેલમાં બંધ રહેલા તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દોષિતો પર અન્ય કોઈ કેસ નથી તો તેઓને છોડી મૂકવામાં આવે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે લાંબા સમયથી રાજ્યપાલે આ અંગે કોઈ પગલું ભર્યું નથી તો અમે પગલું ભરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે હત્યા કેસ મામલામાં દોષિત ઠેરવાયેલા પેરારિવલની મુક્તિનો આદેશ અન્ય દોષિતો પર પણ લાગુ થશે. મહત્વનું છે કે, આ વર્ષે જ સુપ્રીમ કોર્ટે પેરારિવલનને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસને મુક્ત કરવા માટેનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. પેરારિવલનને આ પહેલાં જ મુક્ત કરવામાં આવી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે ગત 18 મેના રોજ સારા વર્તનના કારણે પેરારિવલનને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરની બેંચે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો.
31 વર્ષ પહેલાં થઈ હતી રાજીવ ગાંધીની હત્યા
21 મે 1991ના રોજ ચૂંટણીની રેલી દરમિયાન તમિલનાડુમાં એક જીવલેણ હુમલો થયો હતો જેમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. એક મહિલાએ રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો હતો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં 18 લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ 41 લોકોને આરોપી બનાવાયા હતા. જેમાંથી 12 લોકોના મોત થઈ ચુક્યા છે અને ત્રણ આરોપી ફરાર થઈ ચુક્યા હતા. બાકી 26 આરોપીઓ પકડાયા હતા. જેમાં શ્રીલંકા અને ભારતના નાગરિક હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરણ, પોટ્ટુ ઓમ્માન અને અકીલા હતા. આરોપીઓ ઉપર ટાડા કાયદા હેઠળ કારવાહી કરવામાં આવી હતી. સાત વર્ષ સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે એક હજાર પેજનો ફેંસલો સંભળાવ્યો હતો. જેમાં તમામ 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવાઈ હતી.
ટાડા કોર્ટે સંભળાવેલી સજાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. એક વર્ષ બાદ સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચ આખો કેસ પલટાવી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 26માંથી 19 દોષિતોને મુક્ત કરી દીધા અને માત્ર 7 દોષિતોને જ ફાંસીની સજા ચાલુ રાખી. ફાંસીની સજાને બાદમાં આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
