Team Chabuk-Entertainment Desk: દ્રશ્યમ-2. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ટીમ ચાબુકની પહેલી પ્રતિક્રિયા એવી છે કે, ફિલ્મરસિકોએ આ ફિલ્મ જોવું જ જોઈએ. કારણ કે, સ્ટોરી ટાઈટ છે. ફિલ્મમાં જે ઉતાર ચઢાવ આવે છે તેનાથી દર્શકો જોડાઈ રહે છે. વિજય સાલગાંવકર તરીકે અજય દેવગનની એક્ટીંગ જોરદાર છે. તો આઈજી તરીકે અક્ષય ખન્ના પણ અભિનયમાં પ્રાણ ફૂંકી રહ્યા છે. જે પૂર્વ આઈજી તબૂના મિત્ર હોય છે. દ્રશ્યમ જ્યાંથી પૂર્ણ થયું ત્યાંથી જ દ્રશ્યમ-2ની સ્ટોરી શરૂ થાય છે. શરૂઆતમાં સલગાંવકર પરિવારનું વર્તમાન દર્શાવ્યા બાદ ફિલ્મની સ્ટોરી 7 વર્ષ પાછળ જતી રહે છે.
અજય દેવગણના પરિવારને એવું લાગે છે કે, તપાસ પુરી થઈ ગઈ છે પરંતુ પોલીસ તેની દરેક હલચલ પર નજર રાખઈ રહી હોય છે. આ દરમિયાન જ પોલીસને એક ક્લૂ મળે છે અને ફરી કેસની ફાઈલ ખુલે છે. પોલીસે લગભગ કેસ સોલ્વ કરી નાખે છે પરંતુ પરંતુ આ વખતે પણ વિજય પોલીસથી એક પગલું આગળ વિચારે છે. તે શું વિચારે છે તે જાણવા માટે તમારે મૂવી જોવું પડશે.
અહીંથી જ દર્શાવી દેવામાં આવે છે કે, વિજયે જે પોલીસ સ્ટેશનમાં મૃતદેહ દફનાવ્યો હોય ત્યાં તે એકલો નથી હોતો તેને કોઈ જોઈ રહ્યું હોય છે. પછી એ જ થાય છે જે ટ્રેલરમાં દર્શાવાયું છે કે, સત્ય એક બીજ જેવું હોય છે તે સામે આવી જ જાય છે ! સ્ટોરી આગળ ચાલે છે અને સત્ય બહાર આવે છે પરંતુ વિજય તેના માટે તૈયાર હોય છે જે ફિલ્મના એન્ડમાં ખબર પડે છે. વિજયની કેવી તૈયારી હોય છે તે જાણવા માટે તમારે થિયેટરના પગથિયા ચઢવા પડશે.
ફિલ્મની સ્ક્રીપ્ટ અને ડાયલોગ ડિલવરી પણ જોરદાર છે. ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો દર્શકોને પહેલાં જ કહીં દેવામાં આવે છે કે, મર્ડર થયું છે અને વિજય સલગાંવકર પરિવારે જ કર્યું છે. ટ્રેલરમાં જેમ દર્શાવાયું છે તેમ સલગાંવકર પરિવાર પર પોલીસ હાવી થઈ ગઈ છે અને લગભગ વિજય સલગાંવકર એટલે કે અજય દેવગણ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન પણ નોંધાવતો જોવા મળે છે પરંતુ ત્યારબાદ અચાનક બધુ બદલાય છે અને સસ્પેન્સ પરથી પડદો ઉંચકાય છે. એન્ડ શું છે તેના માટે તો તમારે ફિલ્મ જોવું પડશે પરંતુ એટલું કહી શકાય કે, સ્ટોરી કડક છે જે દર્શકોને સીટ પરથી ઉઠવાનું મન નહીં થવા દે. દર્શકોના મુખેથી ફિલ્મના માત્ર વખાણ જ સાંભળવા મળશે.
સુધીર.કે.ચૌધરીની સિનેમેટોગ્રાફી પણ ખૂબ સુંદર છે. ફિલ્મના સેકન્ડ હાફમાં ફિલ્મમાં થોડી વાતો ખૂંચે એવી લાગે છે પરંતુ હેપ્પી એન્ડિંગથી દર્શકો આખરે સારી ફિલ્મ જોયાનો સંતોષ લઈને જ થિયેટરની બહાર નીકળશે.
મહત્વનું છે કે, દ્રશ્યમ અને દ્રશ્યમ-2 મલયાલમ ફિલ્મની રિમેક છે. પહેલી ફિલ્મ 2015માં આવ્યો હતો. ત્યારબાદ 2021માં મલયાલમમાં દ્રશ્યમનો બીજો ભાગ આવ્યો હતો જે ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો કે, હિન્દી ફિલ્મ પણ મલયાલમથી જરા પણ ઉતરતી નથી. ટીમ ચાબુક આ ફિલ્મને 5માંથી 4.5 સ્ટાર આપે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત