Homeગામનાં ચોરેઉતરાખંડના ચમોલીમાં કાર 700 મીટર ઉંડી ખીણમાં પડી, દુર્ઘટનામાં 2 મહિલા સહિત...

ઉતરાખંડના ચમોલીમાં કાર 700 મીટર ઉંડી ખીણમાં પડી, દુર્ઘટનામાં 2 મહિલા સહિત 12 લોકોના મોત

Team Chabuk-National Desk: ઉત્તરાખંડના ચમોલીમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અહીં શુક્રવારે એક વાહન 700 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું, જેમાં વાહનના પૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર મોટાભાગના લોકોના મોત નીપજ્યા હતા. જિલ્લાના જોશીમઠ બ્લોકમાં બોલેરો મેક્સ અચાનક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 12 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

અકસ્માતને પગલે હાલ રેક્સ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી અચાનક ખીણમાં ખાબકી ગઈ. 2 મહિલા સહિત 10 પુરૂષના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે.

જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં 21 લોકો સવાર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે એક મેક્સ ગાડી મુસાફરો સાથે જોશીમઠથી કિમાણા ગામ જઈ રહી હતી. લગભગ બપોરે 3:30 વાગ્યે મેક્સ પલ્લા ગામની નજીક ગાડી રોડ પર આગળ વધતા રિવર્સમાં આવી હતી. કહેવાય છે કે ઓવરલોડિંગને કારણે મેક્સ ટાયરની નીચે મૂકેલા પથ્થરને પાર કરી ગઈ. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments