HomeતાપણુંGujarat Election: સૌથી મોટા સમાચાર, સુરતના કતારગામમાં કેજરીવાલના રોડ-શો પર પથ્થરમારો

Gujarat Election: સૌથી મોટા સમાચાર, સુરતના કતારગામમાં કેજરીવાલના રોડ-શો પર પથ્થરમારો

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતના કતારગામમાં રોડ શો કર્યો છે. સુરતના કતારગામમાં રોડશો પર પથ્થરમારાની ઘટના બની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે કતારગામ વિસ્તારમાં કારમાં નીકળ્યા ત્યારે મગનનગર નજીક કાર પર પથ્થર મારો થયો હતો. પથ્થર કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં. જો કે સદનસીબે કોઈને પથ્થર નથી લાગ્યા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.

કતારગામ વિસ્તારમાં કારમાં નીકળેલા અરવિંદ કેજરીવાલના રોડ શો પર મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પાસે પથ્થર મારો થયો હતો. બે પથ્થરો કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં.સદનસીબે કોઈને પથ્થર વાગ્યા નહોતા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.

કેજરીવાલે પથ્થરમારા પર નિવેદન આપતાં જાહેરમાં કહ્યું કે, જો આ લોકોએ કામ કર્યા હોત તો પથ્થરો ફેંકવા ન પડ્યાં હોત. ચાર દિવસ પહેલા એના નેતા કહે છે કેજરીવાલની આંખો અને પગ ભાંગી નાખીશું. અમે ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે. ક્યાં કંઈ ખોટું કામ કર્યું છે. અમે તો સ્કૂલ બનાવીશુ તો કહે આ લોકો કહે છે પગા ભાંગી નાંખીશું, અમે કહીએ છીએ હોસ્પિટલ બનાવીશુ તો આ લોકો કહે છે આંખ ફોડી નાખીશું. અમે વીજળી સસ્તી કરીશુ કહીએ છીએ એ હુમલાનું કહે છે. અમે કામ કરીએ છીએ તમે કામ કરો ને…ગાળો આપવાથી કોઈનું ભવિષ્ય બનવાનું નથી.

વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાજપના લુખ્ખા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરો એવડા મોટા હતા કે, એ વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી શકી હોત. જો કે, સદનસીબે કોઈ પથ્થર વાગ્યો નથી. હું એ લોકોને કહેવા માગુ છું કે, લોકોએ નક્કી કરી લીધુ છે. તમે મોદી મોદીના નારા લગાવીને પથ્થરો ફેંકો છો. પરંતુ તેનો જવાબ જનતા ચૂંટણીમાં આપશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments