Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અમરેલીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણી અચાનક ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા. અચાનક ભાજપના કાર્યાલયમાં ધાનાણીની એન્ટ્રી થતાં કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો હતો. પરેશભાઈ ધાનાણીએ પુરુષોતમ રૂપાલાને પગે લાગીને સાથે બેસીને ચાની ચૂસકી મારી હતી. પરેશભાઈ ધાનાણી અમરેલી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર છે.
અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, ત્યારે અચાનક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશતાં ઘડીભર માટે સન્નાટો કાર્યાલયમાં છવાઈ ગયો હતો. સૌપ્રથમ ધાનાણી પુરુષોત્તમ રૂપાલાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ભાજપના કાર્યાલયમાં રહેલા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરોને અને મને આશીર્વાદ આપે. પરેશ ધાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા હતા. જોકે વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચી દાવપેચ ભૂલી ચાની ચૂસકી માણતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો નથી લહેરાવી શક્યો. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની હાર થઈ હતી. એક સમયે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડને ધાનાણીએ હરાવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત