Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વેરાવળના ટાવર ચોકમાં મોડી સાંજે યોજાયેલી સભાને સંબોધતા કનૈયા કુમારે આકરા પ્રહારો કરતા કહ્યું કે, દેશમાં કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા માટે સક્ષમ છે. મોરબીની પુલ તૂટયાની ગોઝારી દુર્ઘટનાને ટાંકીને કટાક્ષભર્યા પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાનું યુદ્ધ શાંત કરાવવામાં વ્યસ્ત હશે. જેથી મોરબીમાં પુલ તુટ્યોએ કેસમાં ગુનેગારોને હજુ સુધી પકડી શક્યા નથી. જ્યારે જય શાહ વિશે ટિપ્પણી કરતા સમયે રાજકીય વિવેક ચૂક્યા હોય તેમ તેમણે કહ્યું હતું કે, મોટાભાઈના દીકરાએ 50 લાખની કંપનીને 300 કરોડની બનાવી દીધી. આમાં તેની કોઈ સ્કીલ નથી તેનો બાપ મંત્રી છે એટલે તેની પાસે રૂ.300 કરોડ છે.
વધુમાં કનૈયા કુમારે ગુજરાતના લોકોને કહ્યું હતું કે, તમે ગુજરાત બદલશો તો દેશ બદલાશે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ તેના ઉદભવ સ્થાનમાં જ હોય છે. એ રીતે જો ભાજપને સમગ્ર દેશમાંથી દુર કરવું હોય તો ગુજરાતમાં ભાજપને હરાવવું પડશે તેવી સાંકેતિક ભાષામાં લોકોને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું તમારી અને અમારી સમસ્યા એક જ છે. જેનું નિરાકરણ આવી રીતે જ લાવી શકાય.
સભાના અંતમાં સ્થાનીય કોંગ્રેસી ઉમેદવાર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, આપના ઉમેદવાર દર પાંચ વર્ષે પાર્ટી બદલે છે. કારણ કે તેમને પોતાનો ધંધો ટકાવી રાખવો છે. તેમણે અમિત શાહના આશીર્વાદ લઈને ગત ચુંટણી સમયે મારી સભામાં રમખાણો થાય એ પ્રકારની સ્પીચ આપી હતી. તેમ છતાં પણ જનતા અને સોમનાથ દાદાના આશીર્વાદ થકી હું જંગી લીડ સાથે જીતીને આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત