Team Chabuk-Entertainment Desk: ટીવીથી લઈને બોલિવૂડમાં નામ કમાવનારી અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના લુક્સને કારણે ઘણી ચર્ચામાં રહે છે. તે 42 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને ફિટનેસમાં યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. આજે પણ અભિનેત્રીએ ચમકદાર સાડીમાં પોતાની તસવીરો શેર કરી છે. જેમાં તે કિલર સ્ટાઈલમાં જોવા મળી રહી છે.


શ્વેતા તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેમાં તે ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેવામાં તે પોતાની શર્મીલી અદાઓ બતાવી રહી છે. શ્વેતાની ખૂબસુરતીના લોકો દિવાના છે.

42 વર્ષની શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. તેની તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. ફેન્સ તેની ઉંમર અને ખૂબસૂરતી વિશે ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.


42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારીના ચહેરા પર ગ્લો યથાવત છે, તે હજી પણ એક યંગ ગર્લની જેમ સ્ટનિંગ દેખાય છે.

શ્વેતા તિવારીએ ‘કસોટી જિંદગી’માં પ્રેરણાના પાત્રથી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં તેનો હાથ અજમાવ્યો હતો. ત્યારબાદ તેણીએ ઘણા ટીવી શો, ફિલ્મો અને વેબસિરીઝમાં એક્ટિંગ કરી હતી. તે ‘બિગ બોસ-4’ની વિજેતા પણ રહેલી છે. ત્યારબાદ તેણીએ ‘ખતરો કે ખિલાડી 11’માં ભાગ લીધો હતો. તેણીએ ‘હમ, તુમ ઓર દેમ’થી ડિજીટલ ડેબ્યૂ કર્યુ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
