Team Chabuk-Gujarat Desk: વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત 1 ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લામાં મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર મતદાન બાદ ઈવીએમ (ઇલેક્ટ્રોનીક વોટિંગ મશીન) ભાવનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સીલ મારી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જો કે, એવી વાત વહેતી થઈ હતી કે સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઇવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગરૂમ સલામત નથી અને તેના સીલ સાથે ચેડાં થયા છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.પારેખ દ્વારા આ અફવાનું ખંડન કરવામાં આવ્યું છે.
કલેક્ટરે જણાવ્યું કે, આ સ્ટ્રોંગ રૂમની જિલ્લા કલેકટર તેમજ રિટર્નિંગ ઓફિસર દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમની સિક્યુરિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી કોલેજ ખાતે રાખવામાં આવેલા EVM સહીસલામત છે તેમજ દિવસ રાત 24 કલાક સશસ્ત્ર સુરક્ષા દળોનો પહેરો લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત 24 કલાક તેની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ 24 કલાક સીસીટીવી સર્વેલંસ હેઠળ છે. આ સર્વેલંસના ફૂટેજ ઉમેદવારો અને તેમના માન્ય પ્રતિનિધિ કંટ્રોલરૂમમાં બેસી જોઈ શકે તેવી પણ વ્યવસ્થા છે. ભારતીય ચૂંટણી પંચના પ્રોટોકોલ પ્રમાણે જ ઇવીએમની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં ઇવીએમ રાખવામાં આવ્યા એ સમયે તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમ અખંડ છે આથી કોઈપણ વ્યક્તિ આવી અફવાથી ભરમાવું નહીં.
મહત્વનું છે કે, ભાવનગર શહેરમાં રાખવામાં આવેલા EVM સ્ટ્રોંગ રૂમમાં કોઈ સેફ્ટી ન હોવાનો ગારીયાધાર વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાએ આરોપ લગાવ્યો હતો. દિવ્યેશ ચાવડાનો આરોપ હતો કે, સ્ટ્રોંગ રૂમમાં તાળા મારી અને જે સીલ મારવામાં આવ્યા છે તે સીલ એવા છે કે તાળુ ચાવીથી સરળતાથી ખુલી જાય.
ભાવનગરની ગારિયાધાર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. આ બેઠક પર કોંગ્રેસના દિવ્યેશ ચાવડા, ભાજપના કેશુ નાકરાણી અને આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણીનું ભાવિ EVMમાં કેદ છે. 8 ડિસેમ્બરે એ ખબર પડશે કે મતદારોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત