દેશ ફરી વાર લૉકડાઉનની દિશામાં જઈ રહ્યો છે. જો કે, લૉકડાઉનની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં મોટા શહેરમાં રાત્રી કર્ફ્યૂ અમલી કરી દેવાયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં સ્થિતિ ફરી વણસી રહી . જો નિયમોનું પાલન નહીં કરીએ તો કોરોનાને છુટ્ટો દોર મળી જશે. ચાબુક ફરીથી વિનંતી કરી રહ્યું છે આપણે આપણી જવાબદારી સમજવી પડશે. જ્યાં પણ જાઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખો અને માસ્કને તમારી ઢાલ બનાવીને રાખો.
ગુજરાતમાં નિયમો કડક
સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકારે વધુ કડક નિયમ બનાવ્યા છે. પહેલાં જેવા જ. હવે લગ્ન પ્રસંગમાં 100 લોકો જ હાજર રહી શકશે અને અંતિમ વિધિમાં માત્ર 50 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. એટલું જ નહીં રાત્રી દરમિયાન જો તમે લગ્નનું આયોજન કર્યું છે તો તેમાં ફેરફાર કરવો પડશે. સરકાર હાલ રાત્રી લગ્ન પ્રસંગને મંજૂરી નહીં આપે. આજે રાતથી આ નિયમો લાગુ થઈ જશે.
7 ડિસેમ્બર
અમદાવાદમાં ક્યાં સુધી કરફ્યુ રહેશે તે અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે. અમદાવાદમાં આગામી 7 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ લાગુ રહેશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વના જાહેરનામામાં આ તારીખનો ઉલ્લેખ છે. ત્યારબાદ કરફ્યુ લંબાવવું કે કેમ તે ત્યારની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. અમદાવાદમાં સોમવારે એક જ દિવસમાં કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. રાજ્યમાં 17 લોકોએ કરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. એક દિવસમાં રાજ્યમાં 1487 કેસ નોંધાયા છે. બીજી તરફ 1234 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપાઈ છે. હાલ રાજ્યમાં કુલ 13 હજાર 836 એક્ટીવ કેસ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્થિતિ ગંભીર છે. અમદાવાદમાં એક જ દિવસમાં ફરી 344 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 270 અને વડોદરામાં 172 નવા કેસ નોંધાયા છે.
વેક્સિન ક્યાં પહોંચી ?
ગુજરાત માટે વેક્સિનને લઈને સારા સમાચાર છે. ટૂંક સમયમાં ગુજરાતમાં હવાઈ માર્ગે કો-વેક્સિન લવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર વેક્સિનનું પરિક્ષણ કરાશે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આ વેક્સિન લવાશે. હોસ્પિટલે ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પસંદ કરી લીધા છે.
કોરોના નેગેટિવનો પુરાવો આપો
બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર પણ કડક બની છે. કોરોનાને રોકવા ફરી નવા નિયમો લાગુ કર્યા છે. હવે જો તમારે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અથવા તો ગોવાથી મહારાષ્ટ્રમાં જવું છે તો તમારે કોરોના નેગેટિવનો પુરાવો આપવો પડશે ! તમારે આ ચાર રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં જવું છે તો તમારે બોર્ડર પર RTCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા દિશા-નિર્દેશમાં કહેવાયું છે કે, દિલ્લી, રાજસ્થાન, ગુજરાત અને ગોવામાંથી આવતા લોકોનો કોરોનાનો રિપોર્ટ થશે. જે લોકોમાં કોરોનાના લક્ષણો નહીં હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે.
રાત્રી કરફ્યુથી કંઈ સફળતા નહીં મળે
આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું હતું કે, તેમને રાત્રી કર્ફ્યૂ લગાવવાની સલાહ મળી છે. પરંતુ તેઓ નથી માનતા કે આવા નિયમો લાગુ કરી કંઈ સફળતા મળશે. જો કે તેમણે એવું પણ કહ્યું કે, લૉકડાઉનની શરતોમાં છૂટ આપવાનો મતલબ એવો નથી કે, કોરોના જતો રહ્યો છે. એટલા માટે જ લોકોને સાવધાન રહેવાની જરૂર છે.
દિલ્હીમાં કોરોનો વકર્યો
દિલ્હીમાં પણ કોરોના વકર્યો છે. દિલ્લીમાં એક દિવસમાં 121 લોકોના મોત થયા છે. દિલ્લીમાં સતત ચોથા દિવસે 100થી વધુ મૃત્યુ થયું છે. દિલ્લીમાં વધતાં કોરોનાના સંક્રમણના કારણે હવે કેન્દ્ર સરકારે કમાન સંભાળી છે. દિલ્લીમાં કેન્દ્ર સરકારે કોરોના ટેસ્ટિંગ વધારાવની દિશામાં કામ શરૂ કર્યું છે. જે RTPCRના કેટલાક રાજ્યોમાં 2 હજાર 400 રૂપિયા લેવામાં આવે છે તે જ ટેસ્ટ દિલ્લીવાસીઓ માટે ફ્રીમાં કરાઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત