વાર્તા – કાગળના ટૂકડાઓ
લેખક – ઓગસ્ટ સ્ટિંડબર્ગ
મૂળ ભાષા – અંગ્રેજી
અનુવાદ – Team Chabuk
છેલ્લો સામાન પણ જઈ ચૂક્યો હતો. ભાડુઆતનું નામ ક્રેપબ્રેડ, ટોપી પહેરેલો જવાન માણસ, ખાલી ઓરડામાં છેલ્લી વખત એક ઉડતી નજર નાખી લેવા રૂમમાં લટાર મારે છે કે કંઈ પાછળ છૂટી તો નથી ગયું ને. કંઈ નથી વિસરાયું, કંઈ પણ નહીં. એ બહાર સામેના હોલ પર આવ્યો. દ્રઢ નિશ્ચય સાથે કે આ રૂમમાં તેની સાથે જે કંઈ પણ થયું તેને એ કોઈ દિવસ સ્મૃતિપટ પર નહીં લાવે. ને અચાનક ભાંખોડિયા ભરતી એની નજર કાગળના અડધા ટૂકડાઓ પર પડી. જે ખબર નહીં કેવી રીતે દિવાલ અને ટેલિફોનની વચ્ચે ફસાઈને પડ્યા હતા. કાગળમાં કંઈક લખેલું હતું. એકથી વધારે લોકોનું. કેટલીક પ્રતો પેન અને શાહી વડે ખૂબ જ સ્પષ્ટ હતી. જ્યારે બાકીની પેન્સિલથી ઘસાયેલી હતી. અહીંથી ત્યાં લાલ કલરની પેન્સિલનો પણ ભરપૂર ઉપયોગ થયો હતો. બે વર્ષમાં તેની સાથે આ ઘરમાં જે જે બન્યું હતું આ એ બધાનો રેકોર્ડ હતો. તમામ વસ્તુઓ જેને ભૂલી જવાનું તેણે મન બનાવ્યું હતું. લખેલી હતી. કાગળના એ કટકામાં માણસનું અડધું આઈખું હતું.
તેણે કાગળના એ ટૂકડાને કાઢ્યું. આ સ્ક્રિબલિંગ પેપરનો એક ટૂકડો હતો. પીળો અને સૂરજની જેમ ચમકતો. તેણે તેને ડ્રોઈંગ રૂમના કાર્નિશ પર રાખી દીધો. પીળો અને સૂરજની જેમ જગારા મારતો હતો.
ઓરડામાં રાખ્યા પછી તેના પર પોતાની બે આંખો રાખી દીધી. કાગળના મથાળા પર એક સ્ત્રીનું નામ હતું : ‘એલિસ.’ જગતનું સૌથી સુંદર નામ, જેવું એને ત્યારે લાગ્યું હતું, કારણ કે આ તેની પત્નીનું નામ હતું. નામ પછી એક નંબર હતો : ‘1511.’ લાગે છે એ બાઈબલની એક પંક્તિનો નંબર હતો. તેની બરાબર નીચે લખ્યું હતું : ‘બેંક.’ જ્યાં તેનું કામ હતું, તેનું પવિત્ર કામ, જેના દ્વારા તેનું મકાન, રોટલી, પત્ની – તમામ એના જીવનનો આધાર હતો. પણ એ શબ્દ ઈન્ડિપેનથી કપાયેલો હતો. બેંક ડૂબી ગઈ હતી. જોકે તેણે બીજું કામ શોધી લીધું હતું. પણ લાચારી અને બેચેનીના એક ક્ષણિક સમયનો વિહવળ કરતો ગાળો વિત્યા પછી.
પછી લખેલું હતું : ‘ફૂલની દુકાન અને ઘોડાઓનો ખર્ચ.’ આ તેની સગાઈ સાથે સંબંધિત હતું. જ્યારે તેના ખિસ્સામાં ભરપૂર કાવડિયા હતા.
એ સમયે આવ્યું ફર્નિચર, ડીલર અને પેપર હેંગર. તેના ઘરનો શણગાર થતો હતો. ‘ફોરવર્ડિંગ એજન્ટ’ – એ પ્રવેશ કરી રહ્યા હતા. ઓપેરા હાઉસનું બોક્સ- ઓફિસ, નંબર 50-50- તેમના નવા નવા લગ્ન થયા હતા. રજા હોય ત્યારે તેઓ ઓપેરા જોવા જતા. તેમના જીવનના ખૂબ ખુશીના દિવસો. જ્યારે તેઓ શાંત-ચૂપચાપ બેસતા ત્યારે તેમની આત્મા પરીઓના દેશમાં સૌંદર્ય અને લયમાં પડદાની પાછળ મળતી હતી.
એ પછી એક માણસનું નામ હતું. કપાયેલું હતું. એ એક મિત્ર હતો. તેની જવાનીના દિવસોનો. એક માણસ છે. સમાજના ત્રાજવા પર ખૂબ ઊંચો પણ પડી ગયેલો. સફળતાના મદમાં ચકચૂર, સફળતાના કારણે બગડેલો, ઊંડા કૂવામાં ગરકાવ થયેલો. અને પછી તેને દેશ છોડવો પડ્યો.
સૌભાગ્ય આટલું અસ્થિર હતું.
હવે, પતિ-પત્નીના જીવનમાં કંઈક નવું આવ્યું. હવેનો ટૂકડો એક સ્ત્રીના હાથે લખાયેલો હતો : ‘નર્સ.’ કોણ નર્સ ? હા, એ જ લાંબો એવો પોશાક પહેરીને સહાનુભૂતિવાળો ચહેરો. જે કોઈ દિવસ ડ્રોંઈગરૂમમાંથી થઈને ન જતી સીધી બેડરૂમમાં જ પ્રવેશ કરી જતી.
તેની નીચે લખેલું હતું, ‘ડો એલ.’
હવે લિસ્ટમાં પહેલીવાર કોઈ પરિવારનું વ્યક્તિ આવ્યું : ‘મા.’ આ તેની સાસુ હતી. જે તેની નવી નવી ખુશીઓને ભંગ ન કરવા માટે આજ સુધી તેનાથી દૂર હતી. જોકે હવે તેની જરૂરિયાત હતી. એ આવીને ખુશ હતી.
ઘણા કાગળો લાલ અને બ્લુ પેન્સિલથી લખાયેલા હતા : ‘નોકર રજીસ્ટ્રી ઓફિસ.’ – નોકરાની છોડીને ચાલી ગઈ છે અને હવે નવીને લાવવાની છે. કેમિસ્ટ- હા. જીવનમાં કાલિમા આવી ગઈ હતી. ડેરી મિલ્કનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ‘સ્ટેરેલાઈઝ્ડ દૂધ.’
‘કસાઈ, કરિયાણું ને વગેરે વગેરે.’ ઘરના કામ ટેલીફોનથી થઈ રહ્યા હતા. એટલે કે હવે ઘરની શેઠાણી પોતાની પોસ્ટ પર નહોતી. ના એ હતી, પણ આડી પડેલી હતી.
આગળ શું લખેલું હતું ? એ વાંચી ન શક્યો. તેની આંખોની આગળ અંધારું છવાઈ ગયું. એ ખારા પાણીમાં જોતો એક ડૂબતો માણસ હતો. છતાં ત્યાં બધું લખેલું હતું, ખૂબ જ સાફ : ‘અંડરટેકર – એક મોટું કોફિન અને એક નાનું કોફિન અને ‘‘ધૂળ’’ શબ્દ કોષ્ટકમાં રાખ્યો હતો.
આખા રેકોર્ડનો આ છેલ્લો શબ્દ હતો ધૂળ. ધૂળની સાથે એ પૂરો થયો. અને બિલકુલ એ જ તો થાય છે જીવનમાં.
તેણે પીળા કલરનો કાગળ લીધો અને પોતાના અધરો પર લગાવી દીધો. ચુંબન ભર્યું. ને પછી કાગળ હળવેકથી પોતાના ખિસ્સામાં સેરવી દીધો.
બે જ મિનિટમાં તો એ પોતાની જિંદગીના બે વર્ષ ફરી એક વખત જીવી ગયો.
પણ જ્યારે તેણે ઘર છોડ્યું ત્યારે તે હારેલો નહોતો. તેનાથી ઉલટું. એક પ્રસન્ન અને ગર્વથી છલોછલ માણસ હતો. એ પોતાનું માથું ઊંચું કરેલો હતો, કારણ કે એ જાણતો હતો કે જીવનની સર્વોત્તમ વસ્તુઓ તેને જ મળેલી હતી અને તેને તે બધા પર દયા આવી ગઈ જેમને આ નહોતી મળી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત