Homeસિનેમાવાદસૌથી મોટા સમાચાર, આ ફેમસ ટીવી અભિનેત્રીએ આત્મહત્યા કરી, શૂટિંગ દરમિયાન લગાવી...

સૌથી મોટા સમાચાર, આ ફેમસ ટીવી અભિનેત્રીએ આત્મહત્યા કરી, શૂટિંગ દરમિયાન લગાવી ફાંસી

Team Chabuk-Entertainment Desk: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તુનિષા ચાના બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો. તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે પોલીસ ઘટનાસ્થળે જઈ રહી છે. તુનિષા શર્માએ ટીવી સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબૂલ અને ફિલ્મ ફિતુરમાં કામ કર્યું છે.

તુનિષા શર્માએ ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તે જ સમયે, અચાનક તેની આત્મહત્યાના સમાચારે ચાહકોના હૃદયને તોડી નાખ્યું છે. તુનિષાએ 6 કલાક પહેલા મેક-અપ રૂમમાં જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. તુનિષાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ અફસોસ, હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

શોટ કર્યા બાદ જ્યારે શીજાન તેના મેક-અપ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે ઘણી વખત ફોન કર્યો, ત્યારબાદ તેણે મેક-અપ રૂમનો દરવાજો તોડી નાખ્યો અને તુનીષાને આવી હાલતમાં મળી.

કહેવામાં આવી રહ્યું છે કે તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. તુનીશા નાની ઉંમરમાં જ સફળતા મળી હતી. કેટરીના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આખરે એવું તો શું કારણ હશે કે તુનીષાએ અચાનક આટલું મોટું પગલું ભરવું પડ્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments