Homeદે ઘુમા કેરિષભ પંતની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, જુઓ કેવી રીતે સર્જાયો અકસ્માત...

રિષભ પંતની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, જુઓ કેવી રીતે સર્જાયો અકસ્માત ?

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતનો આજે સવારે અકસ્માત થયો હતો. હાલ રિષભ પંત સારવાર હેઠળ છે. રિષભ પંત કાર લઈને પોતાની માતાને મળવા માટે જઈ રહ્યો હતો. કાર રિષભ પંત જાતે ચલાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને કાર રેલિંગ કુદીને રોંગ સાઈડમાં જતી રહી અને ગણતરીની સેકન્ડમાં જ કારમાં આગ લાગી ગઈ. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

vinayak

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, પુરપાટ ઝડપે આવી રહેલી રિષભ પંતની કાર એકાએક રેલિંગ તોડીને રોંગ સાઈડમાં ચાલી જાય છે અને થોડીવારમાં જ તેમાં આગ લાગી જાય છે. આ અકસ્માત સવારે 5 વાગીને 21 મિનિટ આસપાસ બન્યો હોવાનું સીસીટીવી પરથી લાગી રહ્યું છે.

રિષભ પંતનો અકસ્માત થયો ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રિષભ પંત વિન્ડો સ્ક્રીન તોડીને કારમાંથી બહાર નીકળ્યો હતો. અકસ્માત સમયે હાજર સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા હતા અને તરત જ 108ની મદદથી રૂરકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments