HomeતાપણુંPM મોદીની ડિગ્રીની માહિતી CM કેજરીવાલને નહી મળે, કોર્ટે જાણો કેટલો દંડ...

PM મોદીની ડિગ્રીની માહિતી CM કેજરીવાલને નહી મળે, કોર્ટે જાણો કેટલો દંડ ફટકાર્યો ?

Team Chabuk-Political Desk: વડાપ્રધાન મોદીની ડિગ્રી માંગવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશેની માહિતી આપવા ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપતા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને હાઈકોર્ટે ફગાવી દીધો છે.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને તેમનું ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રમાણપત્ર આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માંગી હતી. હાઈકોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કર્યું કે શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલું ભણ્યા છે ? તેમણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શા માટે ? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે ? આ શું થઈ રહ્યું છે ? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.

ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આરટીઆઈ કાયદા હેઠળ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીની માહિતી આપવાની વડાપ્રધાન કાર્યાલયને જરૂર ન હોવાનો ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે અને આવી માંગ કરતી અરજી ફગાવી દેવા ઉપરાંત આવી માંગ કરવા બદલ કેજરીવાલને 25000નો દંડ પણ ફટકાર્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments