Homeગામનાં ચોરેઅતીક-અશરફના હત્યારાઓએ કહ્યું, મોટા માફિયા બનવું છે, તેથી હત્યા કરી, જાણો હત્યારાઓનો...

અતીક-અશરફના હત્યારાઓએ કહ્યું, મોટા માફિયા બનવું છે, તેથી હત્યા કરી, જાણો હત્યારાઓનો ગુનાહિત ઈતિહાસ

Team Chabuk-National Desk: ગઈકાલે રાત્રે પ્રયાગરાજમાં માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરહ અહમદની પોલીસ કર્મીઓ અને મીડિયા કર્મીઓની હાજરીમાં ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ વિપક્ષો સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓની પુછપરછ હાથ ધરી છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ હત્યાને અંજામ આપતા પહેલા બે દિવસ પહેલા જ હોટલમાં રોકાઈ ગયા હતા.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, અતીક અહમદ અને અશરફ અહમદના હત્યારાઓએ પ્રયાગરાજમાં રોકાવા માટે હોટલમાં બુકિંગ કરાવ્યું હતું અને 48 કલાક પહેલા જ હોટલમાં ગોઠવાઈ ગયા હતા. હત્યારા જે હોટલમાં રોકાયા હતા ત્યાં પણ પોલીસે તપાસ કરી છે. અતીક અને અશરફની હત્યા બાદ પ્રયાગરાજમાં રસ્તાઓ પર સુરક્ષા દળ તહેનાત કરી દેવામાં આવ્યું છે.

અતીક અને અશરફના હત્યાના આરોપીઓમાં અરુણ ઉર્ફે કાલિયા સોરો પોલીસ સ્ટેશન વિસ્તારના બઘેલા પુખ્તા ગામનો રહેવાસી હતો અને તે 6 વર્ષથી બહાર રહેતો હતો. જીઆરપી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની હત્યા બાદ અરુણ ફરાર થઈ ગયો હતો. તો બીજો આરોપી સની સિંહ હમીરપુરનો રહેવાસી છે. સની સિંહના ભાઈએ જણાવ્યું છે કે, સની સિંહ કોઈ કામ કરતો ન હતો અને પરિવાર તેનાથી અલગ રહેતો હતો. તે નાનો હતો ત્યારે પણ ઘરેથી ભાગી ગયો હતો અને તેના પર અનેક ગુનાઓ પણ છે. જ્યારે ત્રીજો આરોપી લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે.

માફિયા બનવા માંગતા હતા આરોપીઓ

અતીક અને અશરફના હત્યારાઓ અનેક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓ મોટા માફિયા બનવા માંગતા હતા તેથી આ હત્યા કરી છે. આરોપીઓએ જણાવ્યું કે, ક્યાં સુધી નાના શૂટર રહીશું, મોટા માફિયા બનવું છે તેથી આ હત્યા કરી છે. જો કે પોલીસ તેમના આ નિવેદનથી સંતુષ્ટ ન હોય વધુ પુછપરછ કરી રહી છે. મહત્વનું છે કે, ગઈકાલે અતીક અહમદ અને અશરફ અહમદને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ શખ્સોએ બન્ને પર ફાયરિંગ કર્યું હતું જેમાં બન્નેના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments