Homeતાપણુંમોદી કેબિનેટમાં મોટો ફેરફાર, કાયદા મંત્રી કિરણ રિજિજુને હટાવાયા, જાણો કોણ બન્યું...

મોદી કેબિનેટમાં મોટો ફેરફાર, કાયદા મંત્રી કિરણ રિજિજુને હટાવાયા, જાણો કોણ બન્યું નવા કાયદા મંત્રી ?

Team Chabuk-Political Desk: નરેન્દ્ર મોદી કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કાયદા મંત્રીના પદ પરથી કિરણ રિજિજૂને (kiren rijiju) હટાવી દેવામાં આવ્યા છે. કિરણ રિજિજુને હટાવ્યા બાદ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંત્રીમંડળમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે કિરણ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી મુક્ત કરીને ભુ વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે કિરણ રિજિજૂની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને હાલના તેમના પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

doctor plus

કિરણ રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠકથી સાંસદ છે. તેમણે વર્ષ 2004માં પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ 2009ની લોકસભા ચુંટણી હાર્યા હતા. ત્યારબાદ 2014માં ફરીથી તેઓ જીત્યા અને કેન્દ્રીય કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. 

ત્યારબાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેઓ ખેલ મંત્રી રહ્યા અને જુલાઈ 2021માં જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે રવિશંકર પ્રસાદને બદલે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. 

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments