Homeવિશેષતમને આંખ આવી છે ? તો આટલુ કરો ઝડપી આવશે રિકવરી

તમને આંખ આવી છે ? તો આટલુ કરો ઝડપી આવશે રિકવરી

Team Chabuk-Vishesh Desk: ચોમાસમાં કંજક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવાના કિસ્સા વધે છે. આંખ આવવાના કિસ્સામાં દર્દીની આંખો સોજી જાય છે અને સતત દુખાવો રહે છે. રાજ્યમાં હાલ સુરત, ભાવનગર અને અમદાવાદમાં કંજક્ટિવાઈટિસના કેસ ખૂબ જ વધી રહ્યા છે.

કેવી રીતે ફેલાય છે રોગ ?

વાયરલ અને બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસ થવાના ઘણા કારણો છે. જે મુજબ છીંક-ખાંસી ખાતા ચેપ લાગી શકે છે. સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવેલા વ્યક્તિને ચેપ લાગી શકે છે. એલર્જીના કારણે પણ આંખ આવી શકે છે. જેમાં પાલતુ પ્રાણીના ખોડાથી, ધૂળ, રજકણ કચરાથી, ફૂલ-ફળ પરાગરજની એલર્જીથી કંજક્ટિવાઈટિસ થઈ શકે છે.
નિષ્ણાતોનું માનીએ તો, આ રોગને ફેલાતો અટકાવવો હોય તો મુખ્ય 3 બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.

આંખોને હાથ અડાડવા નહિ, આંખો મસળવી નહીં તેનાથી હાથમાંથી ચેપ આંખો સુધી પહોંચી શકે છે. કોઇને રોગ થયો હોય તો તેમણે વાપરેલી કોઇપણ વસ્તુ અડવી જોઇએ નહિ.

conjunctivitis

વાઈરસના વાહનમાં માખીની પણ ભૂમિકા હોય છે તેથી માખી ન થાય તેવી સ્વચ્છતા રાખવી જોઈએ. જે લોકોમાં ઈન્ફેક્શનની અસર છે તેમણે અન્યોથી દૂર રહેવું જોઈએ.
સારવાર માટે શરૂઆતમાં એન્ટિબાયોટિક અપાય છે અને બાદમાં રોગની કેવી અસર છે તેને આધારે અન્ય દવા અને ટીપાંનો ઉપયોગ થાય છે.

આંખ આવવાના લક્ષણો
આંખો લાલ થવી, આંખોમાં ખંજવાળ આવવી, આંખમાંથી સતત પાણી પડવું, આંખમાં દુખાવો થવો, આંખોના પોપચા ચોંટી જવા, પ્રકાશ સામે સંવેદના થવી, અમુક કિસ્સામાં રસી પડવી

બચવા માટે શું કરવું ?
સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા, આંખમાંથી પાણી નીકળે તો ટિશ્યૂ પેપરથી સાફ કરવું, ચેપીની સંભાળ લેનારે વારંવાર હાથ ધોવા, સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહીં તેમની વસ્તુ વાપરવી નહીં

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments