Team Chabuk-Gujarat Desk: કિઆરા અડવાણીએ 31ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. કિઆરા અડવાણીનો જન્મ તારીખ 31 જુલાઈ 1991માં મુંબઈમાં થયો હતો. કિઆરા અડવાણી હિન્દી સિનેમા ઉપરાંત તેલુગુ ફિલ્મમાં કામ કરે છે. તેમણે વર્ષ 2014માં કોમેડી ફિલ્મ ‘ફગલી’થી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાની શરુઆત કરી હતી. જન્મદિવસની ઉજવણી દરમિયાન કિઆરા હોટ બિકિનીમાં જોવા મળી હતી. પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કિઆરાએ બિકિની પહેરી પાણીમાં છલાંગ લગાવી હતી. કિઆરાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.
બ્લેક મોનોકિનીમાં કિઆરા ખૂબ જ હોટ લાગી રહી છે. કિઆરાના ચાહકો તેની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે. કિઆરા અડવાણીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
તેણે એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સસ્ટ સ્ટોરીઝ’માં પણ શાનદાર ભૂમિકા નિભાવી હતી. કિયારાએ ‘કબીર સિંઘ’, ‘ગુડ ન્યૂઝ’, ‘શેરશાહ’, ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘જુગજુગ જિયો’માં અભિનય કર્યો છે.

કિઆરા અડવાણીએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં જેસલમેરમાં પરંપરાગત અને શાહી શૈલીમાં થયા હતા. કિઆરા અડવાણીની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’એ થિયેટરોમાં શાનાદાર પ્રદર્શન કર્યું છે. તારીખ 29 જુને ફિલ્મ રિલીઝ થઈ હતી. આ સાથે ફક્ત 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર 117.24 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.
કિઆરા અડવાણી અને કાર્તિક આર્યનની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. કિઆરા અડવાણી આગામી ફિલ્મ ‘વોર 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં હ્રુતિક રોશન અને જુનિયર એન્ટીઆર સાથે શાનદાર ભૂમિકામાં જોવા મળશે. કિઆરા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવા જઈ રહી છે. કિઆરાએ રોમેન્ટિક ડ્રામા ‘અદલ બદલ’ સાઈન કરી હોવાનું કહેવાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત