Homeતાપણુંસુપ્રીમ કોર્ટની રાહત બાદ રાહુલ ગાંધીને પરત મળ્યું સાંસદ પદ, લોકસભામાં જોવા...

સુપ્રીમ કોર્ટની રાહત બાદ રાહુલ ગાંધીને પરત મળ્યું સાંસદ પદ, લોકસભામાં જોવા મળશે

Team Chabuk-Political Desk: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર આવ્યા છે. રદ થયેલું સાંસદ પદ રાહુલ ગાંધીને પરત મળી ગયું છે. સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં સજા પર સ્ટે આપ્યા બાદ રાહુલ ગાંધીને સાંસદ પદ પાછું મળી ગયું છે. જેથી હવે રાહુલ ગાંધી સંસદમાં જોવા મળશે. લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા મળશે. વિપક્ષી ગઠબંધન માટે આ મહત્વના સમાચાર છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી આજે રાહુલ ગાંધીને 136 દિવસ પછી તેનું સાંસદ પદ પરત મળી ગયું છે 

rahul gandhi

ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેવાયું હતું. જોકે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આંચકો આપ્યો હતો અને સજા યથાવત્ રાખી હતી. જોકે છેવટે સુપ્રીમકોર્ટે આ મામલે સવાલો ઊઠાવતાં તેમને રાહત આપી હતી. જેના પછી રાહુલ ગાંધીની સજા પર રોક લગાવાઈ હતી.

લોકસભા સચિવાલય તરફથી આ મામલે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. હવે રાહુલ ગાંધી ફરીવાર સંસદમાં જોવા મળશે. તેઓ તાજેતરમાં ચોમાસા સત્રમાં પણ ગૃહમાં જોવા મળી શકે છે. તેમનું સાંસદ પદ મેળવવા માટે કોંગ્રેસ દ્વારા તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરાયા બાદ માત્ર લોકસભા સ્પીકરની મંજૂરી મેળવવા માટે જ આ મામલો અટવાઈ રહ્યો હતો. હવે આ મંજૂરી મળતાં સંસદ પહોંચાવાનો રાહુલ ગાંધીનો માર્ગ મોકળો થઈ ગયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments