Team Chabuk-Special Desk: 17 ઓગસ્ટથી એટલે કે આજથી પાવન શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. શ્રાવણ માસમાં સોમવારનું ખુબ મહત્વ છે. આ પવિત્ર માસમાં ચાર સોમવાર આવી રહ્યા છે. પ્રથમ સોમવાર 21 ઓગસ્ટ, બીજો સોમવાર 28 ઓગસ્ટ અને ત્યારબાદ 4 સપ્ટેમ્બરે ત્રીજો અને 11 સપ્ટેમ્બરે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હશે. મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. શાસ્ત્રોમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ કારણથી શ્રાવણ સોમવારનું મહત્વ છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની દરરોજ પૂજા કરવામાં આવે છે, પરંતુ શ્રાવણના સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ છે.
સોમવારનું વ્રત પરિણીત યુવતીઓ માટે ખૂબ જ વિશેષ છે. સોમવારે ઉપવાસ કરી યુવતીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે. સાથે જ યોગ્ય જીવનસંગાથીની પણ આશા કરે છે.

પૂજામાં શું ધ્યાન રાખશો ?
શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી મહાદેવના શરણે જવું જોઈએ. સાથે જ ભગવાન શિવનો ગંગા જળ, શુદ્ધ જળ, દૂધ, દહીં, મધનો અભિષેક કરી શકાય. ભોલેનાથનો અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરવાથી મનમાં સકારાત્મકતા આવે છે. શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવી શકાય. ફળ અને ફૂલ પણ અર્પણ કરી શકાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
