Homeગામનાં ચોરેએક જ વર્ષમાં 23 બાળકોનો પિતા બની ગયો

એક જ વર્ષમાં 23 બાળકોનો પિતા બની ગયો

ફોટોમાં દેખાતા આ યુવકનું નામ છે એલન ફાન. હાલ એ ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ યુવક એટલા માટે ચર્ચામાં આવ્યો છે કે તે એક જ વર્ષમાં 23 વખત પિતા બની ગયો. એક વર્ષમાં 23 બાળકોનો પિતા!

એલન ફાન સ્પર્મ ડોનર છે. શરૂઆતમાં તે ક્યારેક જ સ્પર્મ ડોનેટ કરતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેણે આને ફૂલ ટાઈમ જોબ બનાવી લીધી છે. આ મુદ્દે એલન ખુદ કહે છે કે, મહિલાઓ તેની નસ્લ અને હેલ્ધી સ્પર્મના કારણે તેને પસંદ કરે છે.

જોકે, એક વર્ષમાં 23 વખત પિતા બનતા તેની મુશ્કેલીઓ પણ વધી છે. કારણ કે એલન ફાને સ્પર્મ ડોનેટ કરવાના નિમયો તોડ્યા છે. એલનની આવી હરકતના કારણે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એલન ફર્ટિલીટી સેન્ટરમાં સ્પર્મ ડોનેટ કરે છે. જે 23 બાળકોનો આંકડો છે તે તેણે ખાનગી રીતે ડૉનેટ કરેલા સ્પર્મથી જન્મેલા બાળકો છે. આ મુદ્દે કેટલીક ફર્ટિલીટી ક્લિનિકે જ વાંધો ઉઠાવ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. એલન પર આરોપ છે કે તેણે નક્કી કરેલી સીમા કરતા વધુ વાર સ્પર્મ ડોનેટ કર્યું.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના કાયદા મુજબ એક પુરુષ માત્ર 10 ફેમિલી ક્રિએટ કરી શકે છે. બીજી તરફ એલને બચાવ કર્યો કે મહિલાઓને ના પાડવી તેના માટે બહુ મુશ્કેલ કામ છે. એ જ કારણે તેણે એક દિવસમાં ત્રણ મહિલાને સ્પર્મ ડોનેટ કર્યું. એલન ફાન પોતે પણ પરણિત છે. એલનનું વૈવાહિક જીવન સારુ ચાલી રહ્યું છે. તેને બે બાળકો પણ છે.

સ્પર્મ ડોનેટ વિશે વધુ જાણો

સ્પર્મ ડોનેશન એટલે કે વીર્યદાન. આ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા એવા દંપતીની મદદ થઈ શકે છે જે ક્યારેય માતા-પિતા નથી બની શકવાના. જેમ બ્લડ બેંક છે તેમ સ્પર્મ બેંક પણ છે. જ્યાં સ્પર્મ સ્ટોર કરીને રાખવામાં આવે છે. જે પુરુષનું સ્પર્મ કાઉન્ટ ઝીરો હોય તેની પત્ની મા નથી બની શકતી. આવા સમયે આ પદ્ધતિ ઉપયોગમાં આવે છે. અન્ય પુરુષનું સ્પર્મ વૈજ્ઞાનિક પદ્ધતિથી મહિલામાં દાખલ કરવામાં આવે છે. જે બાદ તે ગર્ભવતી બની શકે છે.

જો કે, દરેક વ્યક્તિ સ્પર્મ ડોનર નથી બની શકતો. તેના માટે કેટલાક નિયમો નક્કી કરાયા છે. સ્પર્મ ડોનરની લાયકાત, વ્યવહાર, સ્વાસ્થ્ય, ધંધા-વ્યવસાય વગેરે મુદ્દાઓની જાણકારી લેવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્મ ડોનરને કોઈ પણ પ્રકારનું વ્યસન પણ ન હોવું જોઈએ. ડોનરના સ્પર્મમાં શુક્રાણુઓની માત્રા સારી હોવી જોઈએ. ડોનરની ઉંચાઈ, વજન, આંખો અને વાળનો રંગ પણ જોવામાં આવે છે.

સ્પર્મ ડોનરને એક વારમાં 10થી 15 હજાર રૂપિયા મળે છે. જેથી તે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી શકે. ભારતમાં પણ સ્પર્મ ડોનેટ માન્ય છે. સ્પર્મ લેતા પહેલાં ડોનરનો તમામ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે. સાથે જ ડોનરની ઓળખાણ હંમેશાં માટે ગુપ્ત રાખવામાં આવે છે. સામા પક્ષે ડોનરથી પણ એ વાત ગુપ્ત રાખવામાં આવે છે કે તેનું સ્પર્મ કઈ મહિલાને આપવામાં આવ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments