Homeગામનાં ચોરેચૂંટણીથી ડરતો વિશ્વનો એક માત્ર વાઈરસ ‘કોરોના’

ચૂંટણીથી ડરતો વિશ્વનો એક માત્ર વાઈરસ ‘કોરોના’

ગોવાબાપા : હે ચાબુક આજે તેલંગણામાં કોરોના મામાને ઘેર વુહાન ચાલ્યો ગયો હતો. મોટી સંખ્યામાં લોકો તેની ઉજવણી કરવા જ એકત્રિત થયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. એ મામાને ઘેર હતો એટલે નેતાઓને પ્રચાર કરવામાં પણ મજા આવી ગઈ. આ જોને ગુજરાતની ચૂંટણી હતી ત્યારે કેવા બધા ભેગા થતા હતા. કેસની સંખ્યા પણ ઓછી આવતી હતી. જ્યારે જનતા દિવાળીની ઉજવણી કરવા ટોળે વળી તો કેસની સંખ્યા વધી ગઈ. રાત્રી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો. અમદાવાદમાં તો શનિવાર અને રવિવારે દિવસે પણ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો. અહીં લગ્નગાળાની સ્થિતિ જોઈ છે ચાબુક ? પહેલા લગ્નની કંકોત્રીમાં એવું લખતા હતાં કે સહુ કુટુંબ સાથે પધારજો હવે લખે જેટલા ઘરે રહો એટલું જ સારું. કેટલાક તો લખે છે કે એક પણ ન આવતા.

અને હવે હૈદરાબાદમાં નેતાઓ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે તો ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ રહી છે. તેને જોઈ લાગી રહ્યું છે કે કોરોના તો ગયો. ક્યાંક મારી વાત ગંભીરતાથી લઈ કેટલાક લોકો ફરી હૈદરાબાદ તરફ ન ચાલ્યા જાય. જો દેશમાં ચૂંટણી તો કોરોના નહીં અને જો દેશમાં ચૂંટણી ન હોય તો કોરોના આવી જાય છે. તો પછી જગમાલ તો મને કહેતો હતો કે, ‘કોરોના સમયે આખા દેશમાં રોજ રોજ ચૂંટણી થાય તો કેવું સારું. કોરોના છે જ નહીં એવું લાગ્યા રાખે.’

મને તો લાગે છે ચાબુક કદાચ કોરોનાના મગજમાં એવું બેસી ગયું છે કે ચૂંટણી હોય ત્યાંથી તો દૂર જ રહેવું. નક્કી ક્યાંક કોઈના પ્રવચનની અડફેટે ચડી જઈએ તો ગમખ્વાર અકસ્માત સર્જાય જાય. આવું અગાઉના વાઈરસના વખતે નહોતું થતું. કોરોના આવ્યો પછી જ આવું થવા લાગ્યું. કોઈ પાર્ટીનો ઝંડો ઊંચો થાય એટલે કોરોના ભાગી જાય છે. કદાચ એને દુ:ખ પણ લાગ્યું હોય કે ભીડ એકઠી કરીને નેતાઓ બસ એકબીજા પર પ્રહાર કરે છે. કોરોનાની વાત તો કરતાં જ નથી. કોરોનાને આનાથી મનદુ:ખ પણ લાગ્યું હોવું જોઈએ. ચૂંટણી પૂરી થઈ જાય પછી સૌ નેતાઓએ તેને મનાવવા જવો જોઈએ. લગ્નમાં જેમ કેટલાક રિસાય જાય એમ કોરોના ચૂંટણી ટાણે તેનું નામ લેવાતું ન હોવાથી રિસાય જાય છે. કોરોના કુમારને તારે જાવું છે મનાવવા?

‘રેવા દો હવે.’

આડ અસર

ચાબુક 40 વર્ષના ચૈન્નઈના એક ભાઈએ કોરોનાની વેક્સિન લગાવી હતી. તેણે હવે 5 કરોડ રૂપિયા માગ્યા છે. એણે કહ્યું છે કે વેક્સિનનો ડોઝ લીધો એમાં હવે તેને મગજની સમસ્યા થવા લાગી છે. તેણે 21 નવેમ્બરના રોજ આટલા લોકોને નોટિસ મોકલી હતી. હજુ સુધી એક પણ વ્યક્તિનો જવાબ નથી આવ્યો.

  • સીરમ ઈન્સસ્ટીટ્યુટ
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
  • બ્રિટનની એસ્ટ્રાજેનેકા
  • ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા
  • ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટીગેટર એન્ડ્રુ પોલાર્ડ
  • યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઈન્સસ્ટીટ્યુટ ઓફ લેબોરેટરીઝ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના વાઈરચાન્સલેર

રાહુલ રોયને બ્રેઈન સ્ટ્રોક

હવે ચાબુક તને 1990ના સમયની યાદ અપાઉં. એ વખતે આશિકી ફિલ્મ આવી હતી. જગમાલ ત્યારે જુવાન હતો અને એ પણ જોવા ગયેલો.

‘તો?’

એના એક્ટર રાહુલ રોયને આજે બ્રેઈન સ્ટોક આવી ગયો છે. કારગિલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે શૂટિંગની વચ્ચે અચાનક તેની તબિયત લથડી ગઈ. હવે એને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું સામે આવ્યું છે કે એમને પ્રોગ્રેસિવ બ્રેઈન સ્ટોક આવ્યો છે. તબિયત સ્થિર છે અને સારવાર દરમિયાન પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

(દેશ-વિદેશના સમાચાર નવા અવતારમાં માણો ગોવાબાપા સાથે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments