Team Chabuk-National Desk: ભારત અને વિશ્વમાં કેન્સરના કારણે વર્ષે કરોડો લોકોના મોત થઈ રહ્યા છે. કેન્સર જીવલેણ રોગ સાબિત થયો છે. તેની સારવાર પણ ખૂબ જ અસહ્ય અને કઠીન હોય છે. ત્યારે કીમો થેરાપી વિના જ કેન્સરની સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ ભારત બન્યો છે.
PGI ચંડીગઢ (અનુસ્નાતક તબીબી શિક્ષણ સંસ્થાન)ના તજજ્ઞોએ કીમો સારવાર વિના કેન્સરનો ઉપચાર કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. 15 વર્ષ સુધી સંસ્થાનમાં ચાલેલા સંશોધનને અંતે આ સફળતા મળી છે. હેમટોલોજી વિભાગના તજજ્ઞોએ એક્યૂટ પ્રોમાઈલોસાઈટિક લ્યૂકેમિયાના દર્દીઓને કીમો થેરાપી આપ્યા વિના જ સાજા કરી દીધા છે. તજજ્ઞો દ્વારા દાવો કરાયો છે કે, પીજીઆઈએ આ સિદ્ધિ હાંસલ કરી લીધા પછી કીમો થેરાપી વિના જ કેન્સરની સારવાર કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
બ્રિટિશ જનરલ ઓફ હેમેટોલોજીમાં પીજીઆઈના આ સંશોદનનું પ્રકાશન થયું છે. પીજીઆઈ હેમેટોલોજી વિભાગના વડા અને સંશોધન અહેવાલના મુખ્ય લેખક પ્રો. પંકજ મલ્હોત્રાએ જણાવ્યું છે કે, કેન્સર જેવી વ્યાધિના કિસ્સામાં દર્દીની સ્થિતિ ઝડપથી વણસતી હોય છે. દર્દી બે સપ્તાહ સુધી પોતાને સંભાળી લે તો સારવારનો હકારાત્મક પ્રભાવ ઝડપથી સામે આવે છે. પરંતુ શરૂઆતના બે સપ્તાહ સુધી બચવું મુશ્કેલ હોય છે. વિશ્વભરમાં અત્યાર સુધી કેન્સરનો ઉપાય કીમો થેરાપીથી થતો હોય છે. પરંતુ ચંડીગઢ પીજીઆઈએ પ્રથમવાર કીમો થેરાપી વિના જ કેન્સરની સારવાર કરી છે. પીજીઆઈએ કીમો થેરાપીના બદલે દવાઓ આપીને કેન્સરની સારવાર કરવામાં સફળતા મેળવી છે. તેમણે વિટામિન એ અને આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ જેવી દવાઓ દર્દીને આપી હતી.

15 વર્ષ ચાલ્યું સંશોધન
આ સંશોધનના પ્રથમ લેખક ડો. ચરનપ્રીતસિંહે જણાવ્યું કે, આ સંશોધન 15 વર્ષ સુધી સંસ્થાનમાં ચાલ્યું હતું. જેમાં 250 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ દર્દીઓને કીમોની જગ્યાએ વિટામિન એ અને આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ દવાઓ આપવામાં આવી હતી. ગંભીર દર્દીઓને બે વર્ષ સુધી, ઓછા ગંભીર દર્દીઓને ચાર મહિના સુધી દવા આપવામાં આવી હતી. સાથે જ સતત ટેસ્ટ અને ફોલોઅપ કરવામાં આવતું હતું. આ 250 દર્દીઓની સ્થિતિની કીમો સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે તુલના કરતાં પરિણામ સારા જોવા મળ્યા. સંશોધનમાં સામેલ 250 દર્દીના કિસ્સામાં 90 ટકા સફળતા મળી હતી. જે દર્દીઓ બે સપ્તાહ સુધી જીવતા બચી ના શક્યા તેમનું પરિણામ નકારાત્મક મળ્યું. 90 ટકા દર્દીઓ સાજા થઈને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
કીમો જે કેન્સર કોશિકાને સમાપ્ત કરે છે ત્યાં કીમોનો દુષ્પ્રભાવ અન્ય અંગો પર પડે છે. પરંતુ વિટામિન એ અને મેટ ડોઝ કેન્સર સેલ બનવાની સ્થિતિ પર જ પૂર્ણવિરામ મૂકી દે છે. દવા કેન્સર ઉત્પન્ન કરનાર ટ્રાસ લોકેશન પર સીધો વાર કરે છે. તેથી સંક્રમણ રોકાઈ જાય છે. વિટામિન એ અને આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ ક્રોમોઝોનના ફેરફારથી બનનારા કેમિકલને જ રોકે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત