Team Chabuk-Entertainment Desk: ટીવી અભિનેતા ઋતુરાજ સિંહના નિધનથી ટીવી તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાયો છે. 59 વર્ષની ઉંમરે અભિનેતા ઋતુરાજ સિંહે અંતિમ શ્વાસ લીધા છે. 19 ફેબ્રુઆરીની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું છે. ઋતુરાજ સિંહ ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’, ‘આહટ’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી’ જેવા ઘણા શોમાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે રૂપાલી ગાંગુલી સાથે ‘અનુપમા’માં જોવા મળ્યા હતા, જેમાં તેણે એક રેસ્ટોરન્ટના માલિકની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ સાઉથ ફિલ્મો અને વેબ સીરીઝમાં પણ કામ કરી ચુક્યા છે. એક્ટર છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની હાલમાં જ રીલિઝ થયેલી સીરીઝ ‘ઇન્ડિય પુલિસ ફોર્સ’માં જોવા મળ્યા હતા.આ સીરીઝમાં ઋતુરાજ સિંહની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતાં.
1993માં ઋતુરાજ સિંહનો ટીવી શો ‘બનેગી અપની બાત’ પણ ખૂબ જ લોકપ્રિય થયો હતો. એક્ટર ઘણી ફિલ્મોનો હિસ્સો રહી ચુક્યો છે, જેમાં ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘સત્યમેવ જયતે’,‘તુમ મિલે’, ‘જર્સી’, ‘હમ તુમ ઘોસ્ટ’, ‘અભય 3’ સહિત ઘણી ફિલ્મોનો હિસ્સો રહ્યો હતો.
મળતી માહિતી મુજબ ઋતુરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી સ્વાદુપિંડ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમના આકસ્મિક નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ફેન્સ પણ આઘાત લાગ્યો છે.
એક્ટર ઋતુરાજ સિંહના નિધન પર અમિત બહલે જણાવ્યું, હા, કાર્ડિયાક અરેસ્ટના કારણે તેનું નિધન થયું છે અને તેમણે જણાવ્યું કે, ઋતુરાજને ગઇ કાલે રાતે 12.30 વાગ્યે કાર્ડિયાર અરેસ્ટ આવ્યો હતો, જે બાદ તેનું નિધન થયું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત