Homeતાપણુંસતત આફ્ટરશોક વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ માટે ખુશીના સમાચાર, આ કોંગ્રેસી નેતાએ ભાજપને...

સતત આફ્ટરશોક વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ માટે ખુશીના સમાચાર, આ કોંગ્રેસી નેતાએ ભાજપને આપી હાર

Team Chabuk-Political Desk: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. જુના જોગીઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે સતત આફ્ટરશોક વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. જેનાથી કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા છે અને ઉજવણી કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અરવલ્લીના બાયડ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારને હરાવી સતત ચોથી વખત સાબરડેરીના ડિરેકટર બન્યા છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાંથી 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે એક માલપુર બેઠક માટે 99 ટકા મતદાન થયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેમાંથી કોંગ્રેસના જશુભાઈ પટેલને 574 મત અને ભાજપ પ્રેરિત પેનલના હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા હતા અને 3 મત રદ થયા હતા. આમ આ ચૂંટણીમાં કોંગ્રેસના જશુભાઈ પટેલનો વિજય થયો હતો.

jasubhai patel

આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ડિરેક્ટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર હશે ત્યાં ઉભા રહેવાની ખાતરી પણ આપી હતી અને આ ડિરેક્ટરો દ્વારા થયેલા કૌભાંડો પણ ઉજાગર કરવા માટેની વાત કરી હતી. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબરડેરી ખાતે પશુપાલકોને મળશે તેવી જાહેરાત વિજયોત્સવ પ્રસંગે જશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આગામી સમયમાં પશુપાલકોના હિત માટે લડતો રહીશ તેવી વાત પણ કરી હતી તો સાબરડેરીમાં જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબરડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે. 

તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ જીતની ઉજવણી કરવામા આવી હતી. મોડાસા ચાર રસ્તા ખાતે સાબર ડેરીમાં જીતની ઉજવણી કરાઈ હતી. પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલની ડિરેક્ટર પદે જીત થતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments