Team Chabuk-National Desk: લોકસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં પોલીસે ચાર નક્સલવાદીઓને ઠાર કરીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઠાર કરાયેલા નક્સલવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હથિયારોમાંથી AK47, કાર્બાઈન, 2 દેશી બનાવટની પિસ્તોલ તેમજ નક્સલવાદી સાહિત્ય પણ મળ્યું છે. એન્કાઉન્ટર વિસ્તારમાં પોલીસ અને C-60 કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના પ્લાનિંગના ભાગરૂપે નક્સલવાદીઓ તેલંગાણા સરહદ પાર કરીને ગઢચિરોલીમાં પ્રવેશ કરી રહ્યા હતા. આ દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને નક્સલવાદીઓ માર્યા ગયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 36 લાખ રૂપિયાનું સામૂહિક ઈનામ ધરાવનાર ચાર નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
Maharashtra | Bodies of four Naxalites were recovered in a joint operation by multiple teams of C60 and CRPF QAT near Kolamarka mountains, Gadchiroli. 1 AK47, 1 Carbine and 2 country-made pistols, naxal literature and belongings have also been recovered. The Naxalites carried a…
— ANI (@ANI) March 19, 2024
મહારાષ્ટ્ર પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે, લોકસભા ચૂંટણીમાં માહોલ બગાડવા માટે નક્સલવાદીઓનું એક જૂથ તેલંગણાથી ગઢચિરોલીમાં નદી પાર કરીને પ્રવેશ્યું છે. C-60 કમાન્ડો, ગઢચિરોલી પોલીસનું એક સ્પેશિયલ કોમ્બેટ યુનિટ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ઘણી ટીમોને આ વિસ્તારની શોધ માટે મોકલવામાં આવી હતી. મંગળવારે સવારે રેપનપલ્લી નજીક કોલામરકા પર્વતોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના પર સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી કરીને 4 ઈનામી નક્સલીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટર બંધ થયા બાદ વિસ્તારની તપાસ કરવામાં આવી હતી. પોલીસ અને કમાન્ડોની ટીમે ચાર પુરુષ નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ચારેય નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું સામૂહિક ઈનામ પણ જાહેર હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ વર્ગેશ, મગતુ, કુરસાંગ રાજુ અને કુદિમેટ્ટા વેંકટેશ તરીકે કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત