Team Chabuk-National Desk: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.
भाजपा की राजनीतिक टीम (ED) .,केजरीवाल की सोच को कैद नहीं कर सकती…क्योंकि AAP ही BJP को रोक सकती हैं..
— Bhagwant Mann (@BhagwantMann) March 21, 2024
सोच को कभी भी दबाया नहीं जा सकता
#IStandWithKejriwal पूरा देश @ArvindKejriwal जी की ईमानदार नीति को जानते है ! हम और पूरा देश अरविंद केजरीवाल जी के साथ है ! पूरे देश में समर्थन मिलेगा ! @AamAadmiParty बहुत मज़बूत होगी ! हम भाजपा से डरने वाले नहीं है ! लड़ेंगे ! जीतेंगे ! और एक दिन सत्य की जीत होगी !
— Isudan Gadhvi (@isudan_gadhvi) March 21, 2024
चुनावों में केजरीवाल को भाज पार्टी हरा नहीं पायी तो आज सरकारी मशीनरी का दुरऊपयोग कर रहे है।
— Gopal Italia (@Gopal_Italia) March 21, 2024
केजरीवाल शिक्षा, स्वास्थ्य और क्रांति की एक सोच है। उस सोच को कोई रोक नहीं सकता। #IstandWithKejriwal
EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
પંજાબના સીએમ ભગવંત માને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કહ્યું કે, “ભાજપની રાજકીય ટીમ (ED) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી… કારણ કે માત્ર AAP જ ભાજપને રોકી શકે છે… વિચારને ક્યારેય દબાવી શકાતો નથી.”
CM કેજરીવાલના નિવાસસ્થાને શું થઈ રહ્યું છે ?
રાત્રે 9:13 વાગ્યે: CM અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ
રાત્રે 9:08 વાગ્યે: કેજરીવાલના ઘરની બહાર દેખરેખ માટે ડ્રોન તૈનાત કરવામાં આવ્યું છે.
રાત્રે 8:57 વાગ્યે: ED ઓફિસર કપિલ રાજ, EDના જોઈન્ટ ડાયરેક્ટર પણ કેજરીવાલના ઘરે છે. તેમના મતે કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.
રાત્રે 8:50 વાગ્યે : જો સીએમ કેજરીવાલની ધરપકડ થશે, તો દિલ્હી સરકાર જેલમાંથી ચાલશે
રાત્રે 8:47 વાગ્યે: પોલીસ સૂત્રોચ્ચાર કરી રહેલા AAP નેતાઓની અટકાયત કરી રહી છે, ઘણા AAP સમર્થકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને CM નિવાસસ્થાનથી દૂર કરવામાં આવ્યા છે.
રાત્રે 8:45 વાગ્યે : સ્પીકરે કહ્યું- CM કેજરીવાલ ધરપકડ બાદ પણ રાજીનામું નહીં આપે
રાત્રે 8:32 વાગ્યે: ED ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
રાત્રે 8:30 વાગ્યે : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસની બહાર પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત