Team Chabuk-Political Desk: આજે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, દેશની રાજધાનીમાં 1.5 કરોડ મતદારો માટે 33 હજાર બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાં 83.49 લાખ પુરૂષ અને 79 લાખ મહિલા મતદારો છે. 2 લાખ નવા મતદારો છે. 830 મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે.
આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો પર 30 મિનિટ સુધી તથ્યો સાથે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં મતદારો વધારવાના અને ચોક્કસ વર્ગને નિશાન બનાવવાના આરોપો ખોટા છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવામાં સમય લાગે છે. આ બધું એક નિશ્ચિત પ્રોટોકોલ હેઠળ થાય છે.

2020માં આમ આદમી પાર્ટી (AAP)ને 53.57% મતો સાથે 62 બેઠકો મળી, જ્યારે ભાજપને 8 બેઠકો સહિત 38.51% મત મળ્યા હતા. કોંગ્રેસને 4.26% મત મળ્યા હતા પરંતુ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી હતી. 2015ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત