Homeસિનેમાવાદજાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?

જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?

Team Chabuk-Entertainment Desk :જાણીતા રેપર રફ્તારે બીજા લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં હાલ રફ્તારના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. રેપર રફ્તારે મનરાજ જવંદા સાથે બીજા લગ્ન કર્યા છે. રફ્તારના પહેલા લગ્ન કોમલ વોહરા સાથે થયા હતા. ત્યારે આજે 31 જાન્યુઆરીના રોજ નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં રફ્તારે બીજા લગ્ન કર્યા છે.

રફ્તાર અને મનરાજ જવંદા લગ્ન ગ્રંથીથી જોડાયા છે. બંનેએ દક્ષિણ ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા છે. જો કે રફ્તાર અને મનરાજે પોતાના લગ્ન અંગે સત્તાવારી રીતે કોઈ જાહેરાત નથી કરી. બંનેના લગ્નના ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લગ્નની સાથે સાથે રફ્તારની હલદી સેરેમનીના વીડિયો પણ સામે આવ્યા છે. પીળા અને સફેદ રંગના આઉટફીટમાં રફ્તાર અને મનરાજ એકદમ સુંદર લાગી રહ્યા છે.

Raftaar

રફ્તારની બીજી પત્ની મનરાજ જવંદા એક સ્ટાઈલિસ્ટ અને ફિટનેસ પ્રોફેશનલ છે. તેનો જન્મ કોલકાતામાં થયો હતો. નાનપણથી જ તેને ફેશનનો શોખ હતો. તે એક્ટિંગ ક્ષેત્રે પણ જંપલાવી ચુકી છે. મનરાજે અનેક મ્યૂઝિક વીડિયો પણ કર્યા છે.

મહત્વનું છે કે, રેપર રફ્તારે પ્રથમ લગ્ન વર્ષ 2016માં કોમલ વોહરા સાથે કર્યા હતા. પરંતુ 2020માં બન્નેએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી જે 2022માં મંજૂર થઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments