Homeવિશેષસાયકલિંગના આટલા બધા ફાયદા વાંચીને તમે પણ કાલથી સાયકલ ચલાવવાનું શરૂ કરી...

સાયકલિંગના આટલા બધા ફાયદા વાંચીને તમે પણ કાલથી સાયકલ ચલાવવાનું શરૂ કરી દેશો

Team Chabuk-Special Desk: આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં બાળકો, યુવાઓ અને વડીલો સહિતના નાગરીકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ અને શક્તિશાળી રસ્તો એટલે ‘સાયકલિંગ’. નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડી પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આમ, સાયકલ ચલાવવાથી થતાં ફાયદા અંગે નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે યુનાઈટેડ નેશન્સ-UN દ્વારા તારીખ 3 જૂનના રોજ ‘વિશ્વ સાયકલ દિવસ’ ઊજવવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામે લડવાના તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાના હેતુસર કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 4600 જેટલા સ્થળોએ લગભગ 2 લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે. આ પહેલમાં ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ દળ, સરકારી કર્મચારીઓ, NSS સ્વયંસેવકો, રમતવીરો, કોચ, રમતગમત વિજ્ઞાન નિષ્ણાંતો સહિત અનેક નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે અનેક બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. વજન ઘટાડવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

benefits Of Cycling

સાયકલિંગના ગજબ ફાયદા

  • સાયકલિંગ એ એક ઉત્તમ કાર્ડિયોવાસ્કુલર એક્સરસાઈઝ છે, જે હ્રદય માટે ફાયદાકારક છે. જેને નિયમિત રીતે કરવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.
  • સાયકલિંગ કરવાથી ફેફસાંની કાર્યક્ષમતા સુધારો થાય છે.
  • સાયકલિંગથી મન પર સકારાત્મક અસર થાય છે, જે માનસિક આરોગ્ય સુધારે છે.
  • સાયકલિંગથી શરીરની ચરબીમાં ઘટાડો અને શરીરની પોષણશક્તિમાં વધારો થાય છે.
  • સાયકલિંગથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
  • સામાન્ય રીતે સાયકલિંગ કરવાથી નાના બાળકોની ઊંચાઈમાં વધારો થાય છે.

બાળપણમાં લીધેલી પહેલી સાયકલ અને તેને ચલાવતા શીખવું એ આપણા બધા માટે એક અવિસ્મરણીય યાદ છે. સાયકલ શીખતી વખતે પડી જવાથી થતાં નિશાન પણ એક એવી યાદ છે, જેને આપણે હંમેશા યાદ રાખીએ છીએ. આજે સાયકલ ચલાવવી એ ખૂબ જ ઉપયોગી પ્રવૃત્તિઓમાંની એક છે, જે આપણા તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે વાહનોમાં વપરાતા બળતણનો વપરાશ ઘટાડીને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવામાં મહત્વપૂર્ણ બનશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments