Homeગામનાં ચોરેZodiac : 51 વર્ષ પહેલા 37 લોકોની હત્યા કરનારાનો કોયડો હવે છેક...

Zodiac : 51 વર્ષ પહેલા 37 લોકોની હત્યા કરનારાનો કોયડો હવે છેક ઉકેલાયો

અમેરિકામાં 51 વર્ષ પહેલાં સિરિયલ કિલરે પોલીસ અને મીડિયાને આપેલો કોયડો આખરે ઉકેલાઈ ગયો છે. આ કોયડો ઉકેલવા માટે ત્રણ દેશના નિષ્ણાતોએ આકાશ-પાતાળ એક કરી દીધું ત્યારે હવે કોયડાનો જવાબ મળ્યો છે. એક બાદ એક 37 લોકોની હત્યા કરનારા સિરિયલ કિલરે પોલીસ અને મીડિયાને 51 વર્ષ પહેલાં 340 અક્ષરોનો એક કોયડો મોકલ્યો હતો. આ કોયડો મોકલ્યો ત્યારે તેણે એવું પણ કબૂલ્યું હતું કે તે 37 લોકોની હત્યા કરી ચુક્યો છે. તેણે લખ્યું હતું કે, “હું 37 લોકોને મોતને ઘાટ ઉતારી ચુક્યો છુ !”

હત્યારો હજુ નથી પકડાયો

હત્યારો પોલીસ સાથે રમત રમી રહ્યો હતો. અમેરિકી પોલીસને જાણે કે બાનમાં લીધી હોય તેમ પોલીસ સાથે માઈન્ડ ગેમ રમી રહ્યો હતો. અમેરિકી પોલીસ હજુ સુધી આ હત્યારા સુધી પહોંચી નથી શકી માત્ર તેને આપેલા કોડને ડિકોડ કરી શકી છે.

કોયડો શું હતો ?

સિરિયલ કિલરે જે કોયડો આપ્યો હતો તેમાં તેણે પોલીસ વિશે લખ્યું હતું કે, “મને લાગે છે કે તમે મને પકડવાનો પ્રયાસ કરતાં-કરતાં બહુ મજા કરી રહ્યા છો. ટીવી પર મારા વિશે જે વિગતો આપવામાં આવી રહી છે તે સાચી નથી. હું એ નથી. હુ ગેસ ચેમ્બરથી ડરતો નથી કેમ કે તે મને વહેલીતકે સ્વર્ગમાં મોકલી શકે છે.” કોયડામાં તેણે પેરાડાઈઝ ( સ્વર્ગ ) શબ્દનો ઉપયોગ કર્યો હતો તેનો સ્પેલિંગ પણ અલગ હતો જેથી હવે એ તપાસ કરાઈ રહી છે કે તે સ્વર્ગની જ વાત કરી રહ્યો હતો કે કોઈ અન્ય સ્થળની. કોયડો લખવામાં તે જ્યોતિષના પ્રતીક અને તેના સંદર્ભો સામેલ કરતો હતો.

ત્રણ દેશના નિષ્ણાંતની મદદ

સિરિયલ કિલરે આપેલા આ કોડને અમેરિકી કિષ્ટોગ્રાફર ડેવિડ ઓરાંચક, ઓસ્ટ્રેલિયાઈ સોફ્ટવેયર એન્જિનિયર સેમ બ્લેક અને બેલ્જિયમના સોફ્ટવેર એન્જિનિયર જારલ વાનએ ડિકોડ કર્યો છે. જો કે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે હત્યારો કોણ છે અને તેણે ક્યા ટીવી શૉ વિશે વાત કરી હતી.

FBI પણ પાછળ લાગ્યું છે

અમેરિકી ગુપ્તચર એજન્સી FBIના સૈન ફ્રાંસિસ્કો કાર્યાલયના પ્રવક્તા કૈમરન પોલને કહ્યું કે, અમને પણ એ વાતની જાણકારી મળી છે કે, સિરિયલ કિલરે આપેલા કોયડાને કેટલાક નિષ્ણાતોએ ઉકેલી નાખ્યો છે. છેલ્લા 50 વર્ષથી સૈન ફ્રાન્સિસ FBI ડિવિઝન તેમજ અમારી સ્થાનિક પ્રવર્તક એજન્સીઓ આ કેસની પાછળ પડી છે. અમારી કોશિશ એવી છે કે હવે અમે આ હત્યારા સુધી પહોંચી શકીએ અને પીડિતોને ન્યાય અપાવી શકીએ.

હત્યા પહેલાં મોકલતો કોયડો

વર્ષ 1960 થી 1970ના દાયકામાં આ સિરિયલ કિલરે સેંટ ફ્રાન્સિકોમાં જાણે તબાહી મચાવી હતી. આ હત્યારો કોઈ પણ હત્યાને અંજામ આપતા પહેલાં પોલીસ અને મીડિયાને એક કોયડો મોકલતો હતો. જેમાં હત્યા ક્યા અને ક્યારે થશે તેનો ઉલ્લેખ કરતો હતો. સિરિયલ કિલરનો હેતુ એવો જ હતો કે આના દ્વારા તે મીડિયામાં છવાયેલો રહે અને પોતાનો આતંક ફેલાયેલો રહે. તેને એવું હતું કે, અમેરિકી મીડિયામાં બસ તેની જ વાત થાય અને લોકો પણ તેના વિશે જ વાતો કરે. હત્યારો એટલો માસ્ટરમાઈન્ડ છે કે હજુ સુધી નથી પકડાયો. હવે તો તે જીવે છે કે કેમ તેના પર પર શંકા છે.

ફિલ્મ પણ બની

2007માં રોબર્ટ ડોની જૂનિયર, માર્ક રફેલો અને જેક ગેલેનહાલે ઝોડિઆક ફિલ્મમાં રોલ પ્લે કરેલો. એ ફિલ્મ રિલીઝ થયા પછી આટલા વર્ષે લોકો એવી પણ ટીખળ કરી રહ્યા છે કે ઝોડિયાકનો કોડ મોકલનારા હત્યારાએ પોતે પણ થીએટરમાં આ ફિલ્મ જોઈ હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments