લેખક-રવીશ કુમાર
બુક-ઈશ્ક મૈં શહર હોના
અનુવાદક-Team Chabuk
#1
હું આજે એક નાના નગર જેવું ફિલ કરી રહ્યો છું
અને હું મેટ્રો જેવું.
હા, જ્યારે પણ તું સાઉથ એક્સથી પસાર થાય છે, મને કારવલ નગર જેવું લાગે છે.
ચૂપ કર તું પાગલ છે. દિલ્હીમાં બધા દિલ્હી જેવું ફિલ કરે છે.
એવું નથી. દિલ્હીમાં બધું દિલ્હી નથી. જેવી રીતે દરેકની આંખોમાં પ્રેમ નથી હોતો.
એમ, તો હું સાઉથ એક્સ કેવી રીતે થઈ ગઈ ?
જેવી રીતે હું કારવલ નગર થઈ ગયો.
સાચું કહ્યું તે… આ બારાપુલા ફ્લાયઓવર ન હોત તો સાઉથ એક્સ અને સરાય કાલે ખાંનું દૂર હોવું ઓછું ન હોત.
તું મને પ્રેમ કરે છે કે શહેરને ?
શહેરને; કારણ કે મારું શહેર તું છે.
#2
સ્પાઈડર મેનની જેમ મેટ્રો પર સવાર થઈને જ્યારે તે આનંદ વિહાર ઉતર્યો તો પૌરુષત્વ દૂર કરવાના ડોક્ટરોના દાવાઓથી ઘેરાઈ ગયો. ત્યાંથી નજર હટી તો ખ્યાતનામ ચાટની દુકાનથી થઈને-રિંગ-છોલે-એનકેન પ્રકારની મોજ વચ્ચેથી વળાંક લેતી તેની નજર રીક્ષા સ્ટેન્ડ પર અટકી. જ્યાં તે આવી તો બરાબર સમયે પણ દુપટ્ટાથી ઢાંકેલો ચહેરો ઉતારવાનું ભૂલી ગઈ. એ વખતે ઓટોમાંથી દુપટ્ટાથી ચહેરાને ઢાંકેલી અસંખ્ય યુવતીઓ ઉતરી હતી. શિખર અને રાજશ્રી ગુટખાની છોકરીઓથી બચતા બચતા આનંદ વિહારના અવાજમાં એ બૂમ ખોવાઈ ગઈ. બધા કાનમાં ઈયરફોન નાખીને સીડી ચડી રહ્યા હતા. અહીં સૌ એકબીજાથી પરાયા છે. બડબડાતા જ્યારે તેણે મોબાઈલ ફોનનું બટન દબાવ્યું તો એક સરખી અગણિત રિંગ ટોન વાગવા લાગી. એક જેવા દુપટ્ટા, કોલર ટ્યૂન અને ઈયર ફોનના જમાનામાં આપણો પ્રેમ પણ આનંદ વિહાર જેવો થઈ ગયો છે. અરાજક ચોક.
#3
મેટ્રોએ માલવીય નગરને મોડલ ટાઉન સાથે જોડી દીધું છે. એક કલાકમાં તો ધડાધડ પસાર થતી ટ્રેને બંનેના છેટાપણાંને નજદિકમાં તબ્દિલ કરી દીધું છે. સમય તો બચી ગયો પણ કહેવા જોગું કંઈ ન બચી શક્યું. એ તમામ યોજનાઓ જે બંનેએ બનાવી હતી હવે આઉટસોર્સ થવા લાગી છે. સાથે સાથે કંઈક વિચારવા અને કરવા જેવું કામ પણ ઓછું થતું જતું હતું.
યાર તું બસથી આવ ને….
કેમ? મેટ્રોમાં શું પ્રોબ્લેમ છે?
ક્યાંક ફોન કરીને પૂછવાની એક તક તો મળે કે તું ક્યાં છો? ક્યારે આવીશ? પ્રેમમાં આપણે બેરોજગાર થઈ ગયા છીએ. ન ચાલવું ન ફરવું. ક્યાર સુધી મેટ્રોમાંથી ઉતરીને આપણે મોલના થાંભલા પાસે ચૂપચાપ અઢેલીને ઊભા રહીશું ? આ મેટ્રોને કહી દો કે જાય અહીંથી….
#4
રીક્ષા અવાજ ન કરેત તો અંદરનું એકાંત રક્ષિત ન હોત. સ્પર્શથી સંવાદની રાત્રિ ઓરડો ન બનેત અને ડ્રાઈવર દુનિયાને ખીજાતો બેક મિરરમાં જોઈને ઓટો ન ચલાવેત. આવું ખૂબ ઓછું થાય છે જ્યારે બંને એક જેવું વિચારવા લાગે છે. બોલી પડ્યો, મને તો સમજાતું જ નથી કે અડવાની મનાઈ છે કે ઓટોવાળા અંકલનું પાછળ જોવું.
વાત મના કરવાની નથી માનવાની છે, એ બોલી, આ જુઓ એક બાજુથી કરિશ્મા આન્ટી અને એક બાજુથી મમ્મી એશ્વર્યા. ખબર નહીં કોને જુએ છે. આપણને બધી બાજુથી જોવામાં આવી રહ્યા છે. ઓટોવાળા અંકલ આ જ વાતમાં ફસાઈને નિરાશ થઈ ગયા. દૃશ્યની રાહમાં મુસાફરી લાંબી કરી નાખી. રિઝની બાજુ વળી ગયા. કદાચ અહીંના રસ્તાઓ પ્રેમી જોડલાને ફરીથી એકબીજામાં વીંટાવાની તક આપી દે અને તેમને જોવાની.
#5
લાજપતનગરની મોમોવાલી ઉપર તેનું હ્રદય આવી ગયું. નોર્થ ઈસ્ટની સાત બહેનના રાજ્યને તો તેણે નકશામાં જ જોયું હતું. રોજ રાતે ચક્કર લગાવવાનો તેની આદતમાં સમાવેશ થઈ ગયો. એ ચૂપચાપ ફુલ પ્લેટ મોમોમાં એક પીસ વધારે દેવા લાગી. હળવા સ્મિત પછી રોજ તે બોલીને જતો હતો કે, ખૂબ જ સરસ છે. શાહરૂખની દિલ-સે જોયા પછી તેને લાગવા લાગ્યું કે આ એક પીસ વધારાના મોમોથી પ્રેમનો નવો રસ્તો ખુલી રહ્યો છે. ખાવું અને પૈસા દેવા. લાજપતનગરની કાકીઓને કોઈ દિવસ ફર્ક જ ન પડ્યો કે નોર્થ ઈન્ડિયાવાળો નોર્થ ઈસ્ટની છોકરીની દુકાનની પાસે રોજ ચાર વાગ્યે શા માટે ઊભો રહે છે. સંસ્કૃતિઓનું મિલન માર્કેટ પ્લેસમાં જ થઈ શકે છે. બસ એક જ ભૂલ થઈ ગઈ. એ દિવસે તેણે મોમોની જગ્યાએ ઘરેથી આવેલ છઠ્ઠની વાનગી ઠેકુઆ આપી દીધી. એ મોમો ખાવાના શોખની છેલ્લી રાત હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત