Team Chabuk Tech Desk : જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હોવ અને તમારું બજેટ 15 હજાર રૂપિયા સુધીનું છે તો આ આર્ટિકલ તમારા માટે છે. આ આર્ટિકલ વાંચી લેશો એટલે તમારા મોટા ભાગના સવાલના જવાબ મળી જશે. આર્ટીકલના અંતે તમે કદાચ આ લીસ્ટમાંથી એકાદ ફોન પણ સિલેક્ટ કરી લેશો.
સાચું છે કે આજના સમયમાં તમારે પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ સ્માર્ટફોન ખરીદવા માટે ખરેખર ઘણા પૈસા ખર્ચવાની જરૂર નથી. સેમસંગ, શાઓમી અને રીઅલમી 15,000 રૂપિયાની નીચેના સ્માર્ટફોન આપી રહ્યું છે. Realme Narzo 10 સિરીઝ, Samsung Galaxy M21થી Redmi Note 9 Pro અને Vivo Z1 Proથી લઈને ઘણા સ્માર્ટફોન છે, જે તમને ઓછા ભાવે સારી સુવિધાઓ આપશે.
Realmeએ ભારતમાં તેની યુથ-સેટ્રીક નાર્ઝો 10 સિરીઝ શરૂ કરી હતી. તે જ સમયે સેમસંગે ગેલેક્સી એમ 21 ભારતીય બજારમાં લોન્ચ કર્યો.
15 હજાર રૂપિયાથી નીચેના બેસ્ટ સ્માર્ટ ફોનનું લીસ્ટ
| Phone | Prize |
| Samsung Galaxy M21 | Rs. 13,199 |
| Realme Narzo 10 | Rs. 11,999 |
| Redmi Note 9 | Rs. 13,999 |
| Realme 6 | Rs. 13,999 |
| Redmi Note 8 | Rs. 11,999 |
Samsung Galaxy M21
Samsung Galaxy M21 તમારા બજેટમાં છે. કેમ કે, આ સ્માર્ટ ફોનની પ્રાઈઝ માત્ર 13 હજાર 199 રૂપિયા જેટલી જ છે. 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરી તમને મળી રહેશે. ફોન સાથે તમને યુએસબી ટાઈફ સી કેબલ, ફાસ્ટ ચાર્જર અને સીમકાર્ડ ટૂલ્સ મળશે. બ્લૂ અને બ્લેક કલરના આ ફોનનો ઉઠાવ પણ જોરદાર છે. 6.4 ઈંચની FHD+ Resolution ડિસ્પ્લે સાથે ત્રણ કેમેરા તો ખરાજ. આ ફોનમાં તમને બેટરી પણ 6 હજાર mAhની મળશે. તમામ ફિચર્સ જોઈએ તો 13 હજાર 199માં આ ફોન બેસ્ટ છે.

Realme Narzo 10
Realme Narzo 10ની કિંમત પણ તમારા બજેટમા જ છે. જો તમે 15 હજાર રૂપિયાની નીચેનો ફોન લેવાનું જ વિચારતા હો તો માત્ર 11,999 રૂપિયા ખર્ચી નાખો અને નવા મહેમાનને લઈ આવો તમારા હાથમાં !. એચ.ડી.ડીસ્પ્લેનો ફોન આટલી કિંમતમા જ તમને મળી જશે. આ ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ મેમરી મળશે સાથે જ 5 હજાર mAhની બેટરી પણ.

Redmi Note 9 Pro
Redmi Note 9ની કિંમત 14 હજાર 999 રૂપિયા છે. આ ફોનનો લૂક આકર્ષક છે. સાથે જ 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળશે. સ્ટોરેજને તમે 512 જીબી સુધી વધારી શકો છો. સાથ જ 48MP ક્વાડ રિઅર કેમેરા તેમજ સારો એવો ફ્રન્ટ કેમેરા પણ મળશે. આ ફોનની ડિસપ્લે 6.53 ઈંચ છે સાથ જ 5020mAH બેટરી મળશે.

Realme 6
Realme 6ની કિંમત 13 હજાર 999 છે. આ ફોનમાં તમને મળશે 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ. ચાર રિઅર કેમેરા મળશે. 64MP+8MP+2MP+2MP. તો 16 MP ફ્રન્ટ કેમેરા પણ છે. ઉપરના ફોન કરતાં કેમેરા સારો છે જો કે, આ ફોનમાં તમને બેટરી 4300mAH ની જ મળશે.

Redmi note 8
Redmi note 8 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરી સાથે આ ફોન તમારા બજેટ કરતા બહુ સસ્તો છે. 48 MP Quad Camera અને 13MP front camera. Redmi note 8માં 4000mAH મળશે. આ ફોન પણ તમને માત્ર 11 હજાર 999 રૂપિયા સુધીમાં મળી જશે. આમ, આ પાંચ મોબાઈલમાંથી તમે કોઈ પણ મોબાઈલ ખરીદી શકો છે. 15 હજાર રૂપિયાની અંદરના આ બેસ્ટ ફોન છે જે લીધા બાદ તમને જરૂર સંતોષ થશે. સાથે જ બજેટમાં સારો ફોન મળ્યાનો પણ અહેસાસ થશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત